એનું અવલંબન (હશે) એમ તો નથી. આહા...હા! પણ રાગને પૂર્વના વ્યય કે ધ્રૌવ્યનું અવલંબન
નથી. અહીંયાં તો પોકાર ઈ કર્યો છે બધો (સ્વતંત્રતાનો) રતનચંદજી તો એમ લખ્યા કરે છે દ્રવ્યકર્મને
લઈને થયું, દ્રવ્યકર્મને લઈને થયું! અહા...હા! અરે! ભગવાન બાપુ! શાન્ત થા ભાઈ! આ તો
અહીંયાં કોઈ કલ્પિત ઘરની વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. એવું પરમાત્મા! સંતો! વર્ણવે
છે. એને તારે બેસાડવું જોઈએ!
જ ભંગ માનવામાં આવે, તો ક્ષણભંગથી લક્ષિત.” ક્ષણમાં જ દ્રવ્યનો નાશ થઈ જાય. આહા...
હા! “ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે અથવા
સત્નો ઉચ્છેદ થાય.” ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં સંહાર થઈ દ્રવ્યશૂન્યતા (એટલે)
દ્રવ્યનો અભાવ થાય. શું કીધું ઈ? ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય જો દ્રવ્યના માનવામાં આવે, (અર્થાત્)
દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય માનવામાં આવે, તો દ્રવ્યનો ઉત્પાદ ને દ્રવ્યનો વ્યય થતાં દ્રવ્યનો વ્યય થતાં
દ્રવ્યનો જ નાશ થઈ જાય, અને દ્રવ્ય નો’ તું ને ઉત્પાદ (થી) દ્રવ્ય થ્યું એમ થઈ જાય. આહા... હા!
સમજાણું કાંઈ...?
આવે.” એક બોલ. એમાં ને એમાં બીજો બોલ હવે “અથવા સત્નો ઉચ્છેદ થાય.” આહા... હા!
‘સત્’ છે તેનો નાશ થઈ જાય. ભંગ નામ વ્યય, જો પર્યાયનો માનવામાં આવે તો તો વાંધો નહીં (તે
તો બરાબર છે) પણ જો દ્રવ્યનો ભંગ માનવામાં આવે તો દ્રવ્ય સત્ છે તેનો નાશ થઈ જાય. આહા...
હા! આવું છે (વસ્તુસ્વરૂપ!) માણસો મધ્યસ્થ થઈ સ્વાધ્યાય કરતા નથી. (અને જો) સ્વાધ્યાય કરે
તો પોતાની દ્રષ્ટિ રાખીને કરે. શાસ્ત્રની દ્રષ્ટિથી સમજેતો બરાબર છે. શાસ્ત્ર શું દ્રષ્ટિ કરે? એની દ્રષ્ટિ
માને - એ દ્રષ્ટિએ અર્થ કરે! (પોતાનો અહંકાર દ્રઢ થાય એ રીતે અર્થ કરે!) અરે... રે! અનંતકાળ
થયો... (એમ ને એમ) આહા... હા! અહીંયાં કરોડપતિ! અબજોપતિ! માણસ હોય, એ (મરીને)
બીજી ક્ષણે જ અરે... રે! માંસ આદિ ખાતાં હોય તો તો નરકે જાય. માંસ ને દારુ નો ખાતાં હોય ને
હોય અબજોપતિ એ મરીને તિર્યંચમાં જાય. ઊંદરડી થાય, બકરી થાય, હેં! મિંદડી થાય, ભૂંડ થાય
આહા... હા! તિર્યંચ યોનિ! આહા...! આ તો વસ્તુનું સ્વરૂપ છે! તું તારા અભિમાનમાં સત્ને ન
સાંભળ અને સત્ને ન બેસાડ (અભિપ્રાયમાં) અને (સત્ને ન માન) તું સ્વતંત્ર છે!