Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 310 of 540
PDF/HTML Page 319 of 549

 

background image
ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૧૦
(કહે છે) આહા... હા! ઈ મિથ્યાત્વ-શ્રદ્ધા છે એ પણ એને ઉત્પન્ન થવાનો એનો અવસર છે.
અને મિથ્યાત્વના ઉત્પન્નને પૂર્વના મિથ્યાત્વના વ્યયની પણ અપેક્ષા નથી. આહા... હા! અથવા તો ઈ
સમ્યગ્દ્રષ્ટિ છે અને પછી પાછી વિપરીત દ્રષ્ટિ થઈ આહા...! આ આમ ન હોય, આમ હોય
(અભિપ્રાય ફર્યો) તો એ મિથ્યાત્વને પૂર્વના વ્યયની અપેક્ષા નથી. આહા... હા! એને ધ્રુવની અપેક્ષા
નથી. આહા...હા...હા! અમૃત રેડયાં છે! અમૃતચંદ્રાચાર્યે! દિગંબર સંતો! ગ્યા પણ જીવંત (વાણીને)
મૂકી ગ્યા! એ જીવતા જયોત લઈ ગ્યા જીવતા છે! આહા...હા! ભલે સ્વર્ગમાં ગ્યા પણ એની
જીવનજયોત જાગતી પડી છે (એટલે ધ્રુવ છે.) આહા...હા! આ રીતે અમે જીવ્યા’તા એમ કહે છે.
આહા...હા! અમારી ધરમની - ચારિત્ર પર્યાય, એ વ્રત-દયા-દાનના વ્રતમાંથી એ ચારિત્ર પર્યાય થઈ
નથી. આહા...હા! અને ઈ ચારિત્રપર્યાય, નો’ તી ને થઈ માટે એને ધ્રુવનો આધાર છે એમ નથી.
અને ચારિત્રપર્યાય થઈ, પૂર્વે અચારિત્ર હતું તેનો વ્યય થઈને (આ ચારિત્ર) થ્યું - થાય તો એમ-
પણ એની અપેક્ષા નથી. આહા...હા! સમજાણું?
(કહે છે કેઃ) આ તો ચર્ચા કરે છે કે શાસ્ત્રોના લખાણ ઘણા આવ્યા. એ તો ઓલામાં નથી
આવતું? ‘તત્ત્વાર્થસૂત્રમાં’ સમ્યક્ત્વ બંધનું કારણ છે લ્યો! સમ્યક્ત્વ તે બંધનું કારણ કહ્યું! કેમ કહ્યું?
(‘આ કથન’) તત્ત્વાર્થસૂત્રમાં છે. ઈ તો સમકિત. જીવને (નિર્મળતાની સાથે) રાગનો ભેગો ભાવ છે
ઈ બંધનું કારણ છે. પણ સમકિત સહિત સરાગ કહ્યું છે તો તત્ત્વાર્થસૂત્રમાં! સાતાવેદનીય બંધાય ઈ
સરાગથી બંધાય. (સાથે રહેલ રાગથી બંધાય) સાતાવેદનીય. આહા...! અને દેવનું આયુ બંધાય ઈ
સરાગ સમકિતથી બંધાય એવો પાઠ છે. (શાસ્ત્રમાં) હવે એનો અર્થ ન (સમજે ને વાદ-વિવાદ કરે!)
અને જુઓ આ સરાગ સમકિત (કીધું) છે. અરે! બાપુ, એ તો રાગ તો રાગ જ છે, સમકિત સાથે
વર્તતો રાગ છે માટે સરાગ સમકિત કહ્યું, પણ સમકિત તો સમકિત જ છે ઈ સરાગ છે જ નહીં
(વીતરાગ જ છે.) અને સમકિતથી બંધ છે જ નહીં. આહા...હા! એ તો ‘પુરુષાર્થસિદ્ધિ (ઉપાય)’ માં
કહ્યું ત્રણ ગાથા લઈને ‘જેટલે અંશે સમ્યગ્દર્શન છે એ અબંધ છે. જેટલે અંશે રાગ છે એટલે અંશે
બંધ છે. જેટલે અંશે જ્ઞાન છે તેટલે અંશે અબંધ છે, જેટલે અંશે જ્ઞાનમાં (જ્ઞાન સાથે દેખાતો) રાગ છે
તેટલે અંશ બંધ છે. જેટલે અંશે ચારિત્રના - અરાગ પરિણામ છે ઈ અબંધ છે. તે વખતે જેટલે અંશે
રાગ છે તે બંધનું કારણ છે. એ બધી જુદી જુદી અપેક્ષાઓ છે. આહા...હા!
(અહીંયાં કહે છે કેઃ) (૧) પ્રથમ, જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે તો ક્ષણભંગથી
લક્ષિત.” ક્ષણમાં બધું નાશ થઈ જાય. “સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા
આવે અથવા સત્નો ઉચ્છેદ થાય.” છે તેનો નાશ થાય. (શું કહ્યું?) ક્ષણમાં નાશ થઈ જાય અને
સત્ છે તેનો નાશ થાય. આહા...હા! ઈ એક બોલ છે હોં બે થઈને. હવે
(ર) “જો દ્રવ્યનો જ ઉત્પાદ
માનવામાં આવે.” વસ્તુ જ ઉત્પન્ન થાય એમ માનવામાં આવે (એટલે) પર્યાય ઉત્પન્ન થાય એમ ન
માનવામાં આવે (પણ) વસ્તુ જ ઉત્પન્ન થાય એમ માનવામાં આવે “ તો સમયે સમયે થતા