થતાં “દ્રવ્યનો અભાવ આવે.” દ્રવ્યનો જ નાશ થાય. આહા...હા...હા! “અથવા ક્ષણિકપણું થાય.”
દ્રવ્યનું ક્ષણિકપણું કહેવાય. આહા...હા! ઉત્પાદ-વ્યયને ન માને તો ધ્રૌવ્ય ક્ષણિક થઈ ગયું! ક્ષણિક તો
ઉત્પાદ-વ્યય પર્યાય છે, એનો અભાવ માને તો દ્રવ્ય પોતે ક્ષણિક થઈ ગ્યું! આહા... હા! વસ્તુનું સ્વરૂપ
જે રીતે છે, એ રીતે અહીંયાં કહેવામાં આવે છે. એ રીતે જાણીને પછી આત્મા તરફ વળે ત્યારે તેને
ધરમની દશા ઉત્પન્ન થાય, એમ વાત છે. આહા... હા! છતાં ઈ વળે છે ઈ પણ સ્વતંત્રપણે વળે છે.
આહા... હા! એ ઉત્પાદ ઉત્પાદને આશ્રયે છે. આમ કહે
આશ્રય છે. (એટલે પર્યાય, પર્યાયના આશ્રયે છે.)
જ દ્રવ્ય હોય.” ત્રણે થઈને - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થઈને એક દ્રવ્ય છે. આહા...! ઉત્પાદનો એક અંશ
(તે) દ્રવ્ય નહીં, વ્યય (નો અંશ પણ) દ્રવ્ય નહીં. ધ્રૌવ્ય એક અંશ (તે) દ્રવ્ય નહીં. આહા... હા...
હા! આ કંઈ હળદરને ગાંઠિયે ગાંધી થવાય એવું નથી એવી ઝીણી વાત છે. આ! આહા... હા! અરે...
રે ચોરાશીના અવતાર! ક્યાં ક્યાં ઉત્પન્ન થયો? અને હજી સમજશે નહીં ને સમ્યગ્દર્શનને માટે પ્રયત્ન
નહીં કરે ને (તો) ક્યાં જઈને ઉત્પન્ન થશે બાપુ! કોઈ અજાણ્યા પ્રદેશમાં પાંજરાપોળ નથી! ત્યાં
માશીબા બેઠી નથી! આહા... હા! અજાણ્યા ખેતરે, અજાણ્યા જાડે, અજાણ્યા (ઠેકાણે) ઈયળ થાય.
આહા... હા! તિર્યંચ થાય ને...? ઈયળ થાય, વીંછી થાય, સરપ થાય, વળી મરીને પછી આહા... હા!
વૃક્ષત્વ (આદિ) પણ વૃક્ષના અંશો છે. આહા... હા! વૃક્ષત્વ પણ વૃક્ષનો અંશ છે, બીજ પણ વૃક્ષનો
અંશ છે, અંકુર પણ વૃક્ષનો અંશ છે. આહા... હા! “બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું
ધ્રૌવ્ય (ધ્રુવપણું) ” જુઓ! ધ્રૌવ્યનો અર્થ કર્યો છે ને... (કૌંસમાં) ધ્રુવપણું એમ. “ત્રણે એકીસાથે
છે.” એકસમયમાં છે. “આ રીતે નાશ બીજને આશ્રિત છે.” નાશ બીજને આશ્રિત છે. બીજ નાશ
થાય છે ને...! “ઉત્પાદ અંકુરને આશ્રિત છે.” અંકુર ઉત્પન્ન થાય છે