Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 313 of 540
PDF/HTML Page 322 of 549

 

background image
ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૧૩
ને...! “અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે.” આહા... હા... હા! “નાશ–ઉત્પાદ–ધ્રૌવ્ય બીજ–અંકુર–
વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ નથી.” એ અંકુરની ઉત્પત્તિ, બીજનો નાશ અને વૃક્ષપણાનું રહેવું ઈ વૃક્ષથી
ભિન્ન નથી. “માટે આ બધાંય, એક વૃક્ષ જ છે.” એ દ્રષ્ટાંત કીધો. (હવે સિદ્ધાંત કહે છે.) “એ જ
પ્રમાણે”
(દ્રષ્ટાંત કીધો) લોકોને સમજાય માટે. આહા... હા! “નષ્ટ થતો ભાવ.” દરેક દ્રવ્યનો વ્યય
થતો ભાવ. “ઊપજતો ભાવ” ઉત્પન્ન થતો ભાવ, “અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે.” વસ્તુના
ત્રણ ઇ અંશો છે. આહા... હા! આ અંશી ને અંશ ને... (વળી સમજવું) આ ચોપડામાં આવે છે.
આહા... હા! આ અંશીને અંશને... (વળી સમજવું) આ ચોપડામાં આવે નહીંને સાંભળવામાં આવે
નહીં. (આ શેઠ રહ્યા) ચોપડામાં આવે છે? તમારા નામામાં આવે છે? (આ શેઠ રહ્યા એને ધંધો ય
મોટો છે!) આવે છે (આ વાત) ક્યાંય?
(શ્રોતાઃ) ક્યાંથી આવે, ત્યાં ક્યાં છે (આ વાત!)
આહા...હા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ, અને ટકતો ભાવ એ
દ્રવ્યના અંશો છે.” હવે એને સ્પષ્ટ કરી નાખ્યું. ઓલું (ટીકામાં) “નિજ ધર્મો વડે આલંબિત” હતું
ને અંદર. એનું સ્પષ્ટ કર્યું (છે.) કે
“નષ્ટ થતા ભાવનો નાશ.” આહા... હા! નષ્ટ થતા ભાવનો
નાશ “ઊપજતા ભાવનો ઉત્પાદ અને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકીસાથે છે.” છે? હવે એનું સ્પષ્ટ કર્યું.
“આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે.” આહા... હા! શું કીધું? મિથ્યાત્વનો નાશ,
મિથ્યાત્વના નાશને આશ્રિત છે. આહા... હા... હા! માટીનો પિંડ છે, એનો વ્યય થઈને ઘડો થાય છે.
પણ એ વ્યય પિંડને આશ્રિત છે. માટીના પિંડનો વ્યય એ માટી (દ્રવ્ય) ને આશ્રિત નહીં ને એ
ઘડાનો ઉત્પાદ થયો એને આશ્રિત નહિં. આહા... હા! આવું છે! આ નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત
છે, જોયું? વ્યય, વ્યયને આશ્રિત છે. આહા... હા... હા! ઉત્પાદ, ઊપજતા ભાવને આશ્રિત છે. દરેક
દ્રવ્યના સમયે - સમયે જે અવસરે (ઉત્પાદ થવાના) તે જ પરિણામ થાય, તે ઉત્પાદ, ઉત્પાદને
આશ્રિત છે. આહા... હા! કોઈ એમ કહેઃ કે અગિયાર મે ગુણસ્થાને તો કર્મનો ઉદય નથી, હવે જયારે
કર્મનો ઉદય આવે ત્યારે ઈ અગિયારમે ગુણઠાણેથી હેઠે આવે. બ૨ાબર નથી? અગિયારમેથી હેઠે આવે
છે, ઈ તો ધ્યાન તો અંદર છે. હેઠે આવે છે શેને લઈને? ઉદય આવ્યો રાગનો (કર્મનો) માટે? એની
અહીંયાં ના પાડે છે. આહા... હા... હા એ અગિયારમેથી જે લોભનો ઉદય આવ્યો, એ એનો ઉદય
આવવાનો - ઉત્પાદ થવાનો તેનો અવસર હતો. અને તે ઉત્પાદને કર્મની તો અપેક્ષા નથી, પણ તેને
વ્યય ને ધ્રૌવ્યની પણ અપેક્ષા નથી. આહા... હા... હા! એ સૂજનમલ્લજી! સાંભળ્‌યું’ તું ન્યાં કોઈ
દિ’? નહીં! આ જૂના દિગંબર છે બધા! આ હા... હા... હા!
(શ્રોતાઃ) જૂના બધા કહેવાના બધા...!
(ઉત્તરઃ) સાચી વાત છે. આવો મારગ છે આ! દિગંબર જૈન ધરમ એટલે શું? આહા... હા... હા!
(સનાતન સત્ય ધર્મ!)
દિગંબર ધરમ ઈ એમ કહે છેઃ કે ઉત્પાદ, ઉત્પાદને આશ્રયે છે. મિથ્યાત્વનો ઉત્પાદ,