આહા... હા! શું કીધું ઈ? પોતાનો ભાવ, પોતાના ભાવથી તો ભિન્ન નથી, પોતાનો ભાવ, પોતાના
ભાવથી ભિન્ન પદાર્થ નથી, પણ પછી કહે છે કે ઈ ત્રણેય જે ભાવ છે એ દ્રવ્યના છે.
સમય-સમયના છે, એ પોતાપોતાના ભાવથી છે, ઈ બીજાના ભાવથી નથી. અને પછી કહે છે કે ઈ
ત્રણેય ભાવો (જે) પર્યાયના છે એથી પર્યાય તે તે સમય પોતપોતાને કારણે છે વ્યયને કારણે
ઉત્પાદને ઉત્પાદને કારણે ધ્રૌવ્ય એમ નથી. પણ એ ત્રણેય પદાર્થો દ્રવ્યથી ભિન્ન નથી. આહા... હા!
દ્રવ્યના એ છે. આ..હા..હા..હા!
લખવા ટાણે લખાણું, એ પણ ન્યાં પડયા રહે, પાછળથી (ભેગાં કરે) પોતે વયા (ચાલ્યા) જાય!
પાછળ ખબર પડે કે અ મહારાજ (લખે છે) ઈ વાંસે જાય. (ભેગાં કરે) આહા... હા! વીતરાગી મુનિ
હતા! લખેલા તાડપત્ર હોય ઈ તો ત્યાં ને ત્યાં પડયા રહે! આહા.. હા! ઈ ટીકાની પર્યાય થઈ
અક્ષરોની, ઇ ઉત્પાદ, ઉત્પાદથી થ્યો છે. એ આ અક્ષરની ઉત્પત્તિ જે છે એ કલમથી નહીં, આચાર્યથી
નહીં, આચાર્યના વિકલ્પથી નહીં, રુશનાઈને (શાહી) ને માથે (તાડપત્રની) નહીં, અને ઈ ઉત્પત્તિ
થઈ તે પૂર્વના વ્યયને ધ્રુવની અપેક્ષાથી પણ નહીં. આહા...હા...હા! આવી વાત!
તેથી તે ઉત્પન્ન થાય છે. આહા... હા! દરેક વસ્તુને, પર્યાય ઉત્પન્ન થાય તે તેનો સમય છે. ઉત્પત્તિનો
એ કાળ છે. આહા... હા!