Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 317 of 540
PDF/HTML Page 326 of 549

 

background image
ગાથા – ૧૦૨ પ્રવચનસાર પ્રવચનો ૩૧૭
(હવે ઉપરની શંકાનું સમાધાન કરવામાં આવે છેઃ) એ પ્રમાણે ઉત્પાદાદિકનો ક્ષણભેદ
હૃદયભૂમિમાં તો જ ઊતરે, જો દ્રવ્ય પોતે જ ઊપજે છે, પોતે જ અવસ્થિત રહે છે (-ટકે છે) અને
પોતે જ નાશ પામે છે’ એમ સ્વીકારવામાં આવતું હોય. પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી.
પર્યાયોના જ ઉત્પાદાદિક છે (એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે) ; ત્યાં ક્ષણભેદ ક્યાંથી
હોય? (ન જ હોય.) તે સમજાવવામાં આવે છે.
જેમ કુંભાર, દંડ, ચક્ર (ચાકડો) અને દોરી વડે કરવામાં આવતા સુસ્કારની હાજરીમાં, જે
રામપાત્રની જન્મક્ષણ હોય છે, તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને કોટિમાં રહેલા
માટીપણાની સ્થિતિક્ષણ હોય છે; તેમ અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની
હાજરીમાં, જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ હોય છે, તેજ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને
કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે.
વળી જેમ રામપાત્રમાં, મૃત્તિકાપિંડમાં અને માટીપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે
(એકેક છૂટાંછૂટાં) વર્તતા હોવા છતાં ત્રિસ્વભાવસ્પર્શી માટીમાં તેઓ સમસ્તપણે (બધાંય ભેગાં) એક
સમયમાં જ જોવામાં આવે છે; તેમ ઉત્તર પર્યાયમાં, પૂર્વ પર્યાયમાં અને દ્રવ્યપણામાં ઉત્પાદ, વ્યય અને
ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક) વર્તતાં હોવા છતાં ૨ત્રિસ્વભાવસ્પર્શી દ્રવ્યમાં તેઓ સમસ્તપણે (ત્રણે ભેગાં)
એક સમયમાં જ જોવામાં આવે છે.
વળી જેવી રીતે રામપાત્ર, મૃત્તિકાપિંડ અને માટીપણામાં વર્તનારાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય
માટી જ છે, અન્ય વસ્તુ નથી; તેવી જ રીતે ઉત્તરપર્યાય, પૂર્વપર્યાય અને દ્રવ્યપણામાં વર્તનારાં ઉત્પાદ,
વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્ય જ છે, અન્ય પદાર્થ નથી. ૧૦૨






૧. કોટિ = પ્રકાર. (માટીપણું તો પિંડરૂપ પ્રકારમાં તેમજ રામપાત્રરૂપ પ્રકારમાં - બન્ને પ્રકારમાં રહેલું છે.)
૨. ત્રિસ્વભાવસ્પર્શી = ત્રણે સ્વભાવને સ્પર્શનારું. (દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સ્વભાવને ધારે છે.)