પરમાણુને ટકવાનો (જે) ક્ષણ હોય, (એટલે) “જે સ્થિતિક્ષણ હોય તે, બન્નેના અંતરાળમાં (અર્થાત્
ઉત્પાદક્ષણ અને નાશક્ષણની વચ્ચે) દ્રઢપણે રહેતી હોવાથી.” સ્થિતિ તો ક્યારે રહે? ઉત્પન્ન ને
નાશની વચ્ચમાં રહે તો (સ્થિતિ રહે.) વચ્ચમાં સ્થિતિ રહે. અભાવ થાય પહેલાં - અભાવ થાય પછી
સ્થિતિ રહે. અને ઉત્પન્ન થાય એના પહેલાં સ્થિતિ રહે. પણ સ્થિતિ તો પછી રહે. પણ તમે કહો છો
એકસમયમાં નાશ, એક સમયમાં ઉત્પત્તિ અને એકસમયમાં સ્થિતિ!! આહા... હા!
બોલ) “અને જે નાશક્ષણ હોય તે,” જે દ્રવ્યમાં નાશનો કાળ છે. કે આત્મામાં કે પરમાણુમાં
અભાવનો કાળ છે, નાશનો (કાળ છે.) ઈ નાશપણાની વચ્ચે દ્રવ્યપણે રહેતી હોવાથી જન્મક્ષણ ને
નાશક્ષણ ન હોય. આહા... હા! નાશક્ષણ દ્રવ્યપણાને રહેતી હોવાથી એ સ્થિતિ. જન્મને નાશપણાની
ક્ષણે વચ્ચે રહેતી સ્થિતિ, એને સ્થિતિ-ટકવું કહેવાય. (પ્રશ્નઃ) ઉત્પત્તિ વખતે ઈ નું ઈ ઉત્પન્ન થાય ને
ઈ નું ઈ ટકે ને ઈ નું ઈ નાશ થાય? આ પ્રશ્ન છે. ઈ નો ઈ ઊપજે, ઈ નો ઈ ક્ષય થાય, ઈ નો ઈ
ટકે!! સમજાય છે કાંઈ? આહા... હા!
શું કીધું? આહા... હા... હા... હા! શિષ્યનો પ્રશ્ન છે. વસ્તુ ઊપજે, અને થોડીવાર ટકે, પછી નાશ થાય.
તમે તો (કહો છો) એક સમયમાં ત્રણ થાય, એક સમયમાં ત્રણ થાય! એટલું તો સમજયોને ઓલો
શિષ્ય! આવો પ્રશ્ન હજી ક્યાં છે? આહા... હા
જાય? અને ઊપજે, ઊપજવું તો ટકવું (તો) રહેતું નથી? ઊપજે તે વખતે નાશ થઈ જાય તો ટકવું
તો રહેતું નથી? અ... હા... હા... હા! આવો ઉપદેશ ભઈ તત્ત્વની વાત છે આ બધી! તત્ત્વનું જ્ઞાન,
મૂળ તત્ત્વનું જ્ઞાન નથી એને કાંઈ ધરમ જ હોતો નથી. એ દયા ને વ્રત ને કરે એ બધું સંસાર -
રાગ! રખડે નરક-નિગોદમાં! આહા... હા! આ એવી વાત છે.
સ્થિર રહે? એ વખતે પાછો નાશ થાય એમ કેમ હોય? અને ટકતું તત્ત્વ છે એને ઊપજે ને વ્યય થાય
તો પણ ટકતું ને ટકતું ઈ એમ કેમ થાય? અ... હા! ઊપજે, ટકે ને નાશ થાય? ઊપજે (પહેલે)
સમયે,