તરત જ (એમ કેમ હોય?) આહા... હા! પ્રશ્ન સમજાય છે પહેલો? (શ્રોતાઃ) અહીંયાં ત્રણ ભેદ
બતાવવા... છે.
કાળ જુદો, ટકવું ઈ જુદું, ઈ ઊપજે છે ઈ ટકે ક્યાંથી? ટકવું જુદું ને નાશ પામવું ઈ (ક્ષણ પણ) જુદી.
આહા... હા! આવો પ્રશ્ન! ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (શબ્દ) પણ કેટલાકે તો સાંભળ્યાં ન હોય બિચારાંએ
(કે) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય શું છે? “–આમ દલીલથી વિચારતાં ઉત્પાદનો ક્ષણભેદ હૃદયભૂમિમાં
ઊતરે છે (અર્થાત્ ઉત્પાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્નભિન્ન હોય, એક ન
હોય –એમ વાત હૃદયમાં બેસે છે.” (આ) શિષ્યનો પ્રશ્ન છે. એ અમને બેસે છે. કારણ કે ઊપજે છે
ને ઈ ઊપજયું તે જ વ્યય થયું ઊપજેલું? ઊપજે હજી તો ઊપજે છે તે વખતે સ્થિતિ હોય? એ સ્થિતિ
છે ને ઊપજયું ને તે જ નાશ પામ્યું? ત્રણ ભેદ પડવા જોઈએ ને...! તમે તો એક જ સમયે કહો છો
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય! આહા... હા! હવે એનો ઉત્તર.
ઊપજે, દ્રવ્ય વ્યય થાય ને દ્રવ્ય ટકે એમ હોય તો તો તારી વાત બરાબર છે. પણ અહીંયાં તો (કહે
છે) દ્રવ્યની પર્યાય ઊપજે ને ટકે ને દ્રવ્યની પર્યાય તે સમયે વ્યય થાય ને દ્રવ્યપણું ટકી રહે તે સમયે
એની વાત છે અહીંયાં, દ્રવ્ય ઊપજે ને દ્રવ્ય થાય એમ ક્યાં કીધું છે અહીંયાં. આહા... હા! સમજાણું?
આવું (તત્ત્વ) ધરમની વાતું હવે! વેપારીને નવરાશ ન મળે ને પાપના આડે આખો દિ’ એમાં પાછું
સાંભળવાનું આવું મળે નહીં. હવે એને નિર્ણય શું કરવો? અરે... રે જિંદગીયું હાલી જાય છે! ઢોરની
જેમ. જિંદગી ઢોરની જેવી છે બધી. ભલે લાખ, પાંચ-પચાસ લાખ કરોડ ભેગા કર્યા હોય! આહા...
હા! વીતરગ, સર્વજ્ઞદેવ પરમેશ્વર દ્રવ્યનું-તત્ત્વનું જે સ્વરૂપ કઈ રીતે છે તે રીતે ઈ સમજમાં ન આવે,
તો ઈ રખડી મરશે. આહા...! ભલે ઈ વ્રત ને તપ કરતો હોય તો ય ઈ રખડી મરશે. આહા... હા!
નથી.” એમ કોણે કીધું તને? એમ કહે છે. દ્રવ્ય ઊપજે છે, પદાર્થ (ઊપજે છે), દ્રવ્ય નાશ પામે છે,
દ્રવ્ય ધ્રૌવ્ય રહે છે એમ કોણે કીધું તને? અમે તો એના પર્યાયના ત્રણ પ્રકાર પાડીએ (ને કીધું કે)
એક સમયમાં ત્રણ (છે.)