વિષય ત્રણ નથી. આહા... હા! આ તો, જ્ઞાન કરાવ્યું છે. (સમકિતનો) વિષય તો ધ્રુવ છે.
પરમપારિણામિક સહજાત્મસ્વરૂપ ભગવાન (આત્મા) સહજાત્મસ્વરૂપ! પરમાત્મસ્વરૂપ! પૂરણઆનંદ
જ્ઞાનાદિથી ભરેલો જ્ઞાનપરમાત્મા, પોતે પરમાત્મા છે ઈ સમ્યગ્દર્શનનો વિષય છે. અને એમાં
સમ્યગ્દર્શન (આદિની) પર્યાય આવી ગઈ. પૂર્વની પર્યાયનો વ્યય આવ્યો, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ
આવી, મિથ્યાત્વનો વ્યય આવ્યો (એટલે કે) સમકિતની ઉત્પત્તિ આવી ને ધ્રૌવ્ય આવ્યું પણ એના
વિષયમાં ઉત્પાદ-વ્યય ન આવે. આહા... આવો કઈ જાતનો ધરમ હશે આ...! સ્થાનકવાસી અપાસરે
જાય તો સામાયિક કરો ને પડિકકમણ કરો ને પોષા કરો ને... સપરમે આમ કરો ને... એ વળી એવું
હોય. દેરાસરમાં (દેરાવાસી) જાય તો ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો ને અને દિગંબરમાં જાય તો
લૂગડાં છોડો ને પડિમા લઈ લ્યો (ધરમ થશે.) પણ બાપા! મૂળ તત્ત્વની દ્રષ્ટિ વિના - ખબર વિના
શું (તત્ત્વ) છે ભાવ ભાસન (તો નથી.) પહેલા જ્ઞાનમાં, આ સ્થિતિ છે (એનું) ભાસન થયા વિના,
તેની પ્રતીતિ કઈ રીતે થશે? જે વસ્તુ જણાણી નથી, એની પ્રતીતિ કેવી રીતે (આવે)? આપણે
આવી ગયું છે. ગધેડાના શિંગડાં નથી દેખાતા નથી તો એની પ્રતીતિ શી રીતે? (‘સમયસાર’ ગાથા
૧૭-૧૮). આહા... હા!
નથી તેને શ્રદ્ધવું? શી રીતે શ્રદ્ધવું? વાડો આમ બાંધીને અનંતકાળથી રખડે છે બિચારાં! આહા... વાડા
બાંધી બેઠા રે... પોતાનું (પેટ ભરવા.) વસ્તુ ભગવાન! જિનેશ્વરદેવ, કેગળજ્ઞાનીએ જે જોયું પદાર્થનું
સ્વરૂપ, તે રીતે ન સમજતાં - સમજ્યાં વિના (આ) ગોટા ઊઠયા ને સામાયિક થઈ ગઈ (ક્રિયાકાંડ
કરીને એમ માને પણ) ધૂળમાં ય નથી. સામાયિકે ય નથી ને પડિકકમણા ય નથી. (વળી) વરસીતપ
કરે છે, મીંડાં કરે છે એકડા વિનાના મીંડા! આહા... હા! (ખોટા અભિપ્રાયથી) મિથ્યાત્વનું પાપ
વધારે છે. પરના ત્યાગ-ગ્રહણ આત્મામાં નથી છતાં મેં છોડયું - આટલું મે મૂકયું! બધું મિથ્યાત્વ છે.
આહા...! આકરી વાત છે.
(એટલે) પૂર્વની પર્યાય એ ઉપાદાન (છે.) ‘સ્વામી કાર્તિકેય’ (અનુપ્રેક્ષા) માં આવ્યું છે.
સમકિતનું મિથ્યાત્વ ઉપાદાન! પણ એનો ક્ષય - ઉપાદાનનો ક્ષય એ (સમકિતની પર્યાયની ઉત્પત્તિનું)
કારણ છે. ભાષા એવી છે. અવ્રતનો ભાવ પછી જે વ્રત (નો ઉત્પાદ છે) સ્થિરતા (ની ઉત્પત્તિ છે)
એનું ઉપાદાન