(શ્રોતાઃ) પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદનું કારણ... (ઉત્તરઃ) તે આવે જ તે ઉત્પન્ન થાય તો આગલી
પર્યાયનો વ્યય થાય જ તે. તેથી ત્રણેને ‘સત્’ કહ્યું છે ને...! ભલે ઉત્પાદ એક જ સમયનો છે પર્યાય,
એક જ સમય ઉત્પાદ રહે છે છતાં ઉત્પાદને ને ધ્રૌવ્યને સત્ કહ્યું છે એમ નહીં.
એકલા ઉત્પાદને ય સત્ કહ્યું નથી, એકલા વ્યયને ય સત્ કહ્યું નથી. આહા... હા!
કુંભાર, દંડ, ચક્ર (ચાકડો) અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં” એ નિમિત્ત છે.
એની હાજરીમાં, (પણ) ઘડો-પર્યાય એનાથી થયો નથી. અને એની હાજરીમાં! આહા... હા! કુંભાર,
દંડ, ચાકડો અને દોરી એ વડે કરવામાં આવતા સંસ્કાર એની હાજરીમાં (એટલે) સંસ્કારની
હાજરીમાં,
આ કાંઈક (મરણ ટાણે) રામનું નામ લ્યે ને... એટલે એને શકોરું બતાવ્યું આનું શું (નામ?) આનું
શું (નામ?) બા આનું નામ શું કે તે (કહે) શકોરું! એને કહેરાવવું’ તું રામ (પાત્ર), એ લોકોમાં
આવે છે. રામ (તો) મોક્ષ પધાર્યા છે. આહા...! પણ ઈ તો કર્તા માને. તો (અંતસમયે) રામનું નામ
(મુખે) આવે તો એનું ઠીક થાય. શકોરું બતાવ્યું કે બા આ શું છે બા? રામપાત્ર છે એમ તો બોલી
નહીં (શકોરું છે એમ બોલી.) આહા... હા!
અને કુંભાર એનાથી ઘડાથી પર્યાય થઈ નથી. પણ (એની) ઉપસ્થિતિ છે. પહેલાં આવી ગયું (ગાથા
- ૯પની ટીકામાં
કીધું. ત્યાં પકડે કે આ જુઓ! એ અહીંયાં વિરોધ આવ્યો! ‘નિમિત્તથી થાય નહીં’ નિમિત્તથી થાય
નહીં એકાંત કરે છે. આહા... હા! ‘કરુણાદીપ’ (પત્રિકા) માં ઈ જ આવે છે ને...! નિમિત્ત હોય છે.
એ (નિમિત્ત) પરને અડતું નથી ને કુંભારથી ઘડો થતો જ નથી, તેમ દંડ, ચક્ર (કે -