હા! માટીની પર્યાય છે ઘડો! માટીથી ઘડો થ્યો છે. માટીની પર્યાય છે ઈ (ઘડો), ઈ પર્યાય, દ્રવ્યથી
પર્યાય થઈ છે. કુંભાર (માટી) દ્રવ્ય છે કે એની પર્યાય થાય ઈ (ઘડો.) શું કીધું? સમજાણું? કુંભાર
(પરમાણુ) દ્રવ્ય છે કે એની પર્યાય આ ઘડો છે? આહા... હા!
“તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે.” રામપાત્ર ઊપજયું તે જ ક્ષણમાં માટીના પિંડનો વ્યય હોય.
માટીના પિંડનો વ્યય-નાશ થઈ અને રામપાત્રની પર્યાય થાય. ઈ દંડને ચકકરને ચાકડો (ઘડાની)
રામપાત્રની પર્યાયને ઊપજાવે નહીં. પણ તેની હાજરી હોય. આહા... હા! “અને તે જ બન્ને કોટિમાં
રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે.” જે રામપાત્રની જન્મક્ષણ તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ અને
“તે જ બન્ને કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે.” (નીચે ફૂટનોટમાં જુઓ) કોટિ =
પ્રકાર ઓલો (શિષ્ય) કહેતો’ તો કે ઉત્પાદ ને વ્યય વચ્ચે ધ્રૌવ્ય હોય. ઊપજે, કંઈક ટકે પછી નાશ
થાય ને...! અહીંયાં કહે છે તું વાત કરે છે દ્રવ્યની ને અહીંયાં તો પર્યાયની વાત છે. ત્રણ પર્યાય છે
ઈ. (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય). આહા... હા! ઈ પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. વ્યય વિનાનું દ્રવ્ય ન હોય,
ધ્રૌવ્ય વિનાનું દ્રવ્ય ન હોય, (ઉત્પાદ વિનાનું દ્રવ્ય ન હોય) ઈ ત્રણની ક્ષણ ત એક જ છે. આહા...
હા! (લોકો બોલે છે ને...) આમાં ધરમ શું આવ્યો પણ? બાપુ! જેણે આવું (વસ્તુસ્વરૂપ) જાણ્યું
એને આત્માનો ધરમ એટલે સમ્યગ્દર્શનની પર્યાય, સ્વના લક્ષે, ઉત્પન્ન થાય છે (એ) પર્યાય, એ
પર્યાય, પર્યાય સ્વતંત્ર છે! એ પર્યાય ઉત્પન્ન થઈ એ ક્ષણે મિથ્યાત્વનો વ્યય છે, અને તે જ સમયે
આત્માની-ધ્રૌવ્ય-હયાતી છે એમાં લક્ષ થયું એનાથી થ્યું નહીં પણ એના લક્ષે થયું! આહા... હા... હા!
(શ્રોતાઃ) ધ્રુવનું લક્ષ હતું ત્યારે થયું ને? (ઉત્તરઃ) ઈ તો એની જન્મક્ષણ હતી. તેથી ધ્રુવમાંથી થ્યું?
આત્મામાંથી (થ્યું.) ને પૂર્વનો મિથ્યાત્વનો વ્યય થયો. આવું અહીંયાં હાલે! બહારમાં...! આહા... હા!
વાણિયાને નવરાશ ન મળે એકલા પાપ આડે આખો દિ’ ધંધો... ધંધો... ધંધો... ધંધો... એકલા પાપના
પોટલા બાંધે અને નવરો થાય તો બાયડી-છોકરાં હારે... રમતું કરે ને પછી છ-સાત કલાક ઊંઘે. આ
મજુર જેવી દશા છે! આહા... હા! ભગવાન શું કહે છે ને કયું તત્ત્વ છે? એને નિર્ણય કરવાનો વખત
ન મળે! સાંભળવા મળે નહીં ને નિર્ણય ક્યારે કરે! આહા... હા! આ તો દયા પાળો ને... વ્રત કરો
વ્રત કરો, બ્રહ્મચર્ય લઈ લ્યો! પણ બ્રહ્મચર્ય લ્યે ઈ એ ય શુભભાવ છે. ધરમ ક્યાં હતો. કાયાથી
જાવજજીવ બ્રહ્મચર્ય પાળવું એતો શુભભાવ - પુણ્યભાવ છે. એ કાંઈ ધરમ નથી. આહા...! આકરું પડે
જગતને!