Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 326 of 540
PDF/HTML Page 335 of 549

 

background image
ગાથા – ૧૦૨ પ્રવચનસાર પ્રવચનો ૩૨૬
એણે એ વાત (પોતાની કરીને) સમજયો જ નથી. બીજી રીતે ખતવીને એણે ઊંધાઈ કરી છે. આહા...
હા!
(કરુણાથી કહે છે) કાં’ ઈ રીતે જાણ્યું હોય તો એનો પ્રયોગ નો હોય, બીજું હોય. માન
મેળવવાનું કે ઈ... આવે છે ને...! ‘મોક્ષમાર્ગપ્રકાશક’ માં ‘મોક્ષમાર્ગપ્રકાશક’ માં આવે છે. તો ઈ પણ
અસત્જ્ઞાન થ્યું. જ્ઞાન સાચું હોવા છતાં પ્રયોજન બીજું છે. મેં જાણ્યું, બીજાને (સમજાવું) (લોકો કહે
કે) આને આવડે છે આ. એ એવી યુક્તિથી બીજાને કહે, એ પણ મિથ્યાજ્ઞાન છે. આહા... હા! (આ
જ્ઞાન તો) વીતરાગ! વીતરાગ! વીતરાગ!
(અહીંયાં કહે છે કેઃ) “સ્થિતિક્ષણ હોય છે; તેમ અંતરંગ અને બહિરંગ.” એ શું કીધું?
પહેલો દાખલો રામપાત્રનો આપ્યો. રામપાત્રની (ની પર્યાયમાં) કુંભાર, દંડ, ચાકડો સંસ્કારનું નિમિત્ત
હો, પણ એનાથી ઊપજે નહીં. હવે આત્મા ઉપર-દ્રવ્ય ઉપર ઊતારે છે. “તેમ અંતરંગ અને બહિરંગ
સાધનો વડે.”
છે? બહિરંગ સાધન...! અહા... હા! એક અંતરંગ સાધન છે એક બહિરંગ સાધન
(એટલે) નિમિત્ત છે એને સાધનનો આરોપ આપ્યો. આહા... હા... હા! અંતરંગ આત્માની સ્થિતિ
(અથવા) દરેક દ્રવ્યની પોતાની અને બહિરંગ-બહારના નિમિત્ત એ સાધનો વડે “કરવામાં આવતા
સંસ્કારની હાજરીમાં.”
દેખો!ં સંસ્કારની હાજરી છે ત્યાં. કુંભારને ખ્યાલ હોય છે ને...! ઘડો આમ
કરવો. બીજાને ખ્યાલ હોય કે. આમ-આમ (બીજાનો) સીસપેનને આમ કરવી, હાથને આમ કરવું,
ફલાણું આમ કરવું, મકાન આમ કરવું એવો ખ્યાલ હોય છે, સંસ્કાર હોય છે. (પણ) એ સંસ્કારની
હાજરીમાં કાર્ય થાય છે સ્વતંત્ર. સંસ્કારને લઈને (કાર્ય) નહીં. આહા... હા! આ બીડીના વેપારી,
બીડીમાં હુશિયાર હોય. બટનના વેપારી, બટન (હોય છે ને એ તેમાં હુશિયાર હોય.) એમાં હુશિયારી
છે એ સંસ્કાર છે. પણ ઈ સંસ્કારથી આમાં કાંઈ થાય છે એમ નહીં પણ સંસ્કારની ‘હાજરી’ હોય છે.
આહા... હા! આવું છે! આમાં વાંધા ઊઠાવે...!
(કહે છે) સંસ્કાર “અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા” સંસ્કારની
‘હાજરીમાં’ . જોયું? આહા... હા! ઓલામાં (ઉદાહરણમાં) એમ હતું ને... “જેમ કુંભાર, દંડ, ચાકડો
અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં”
રામપાત્રમાં, આહા... આત્મા રામપાત્ર છે.
આહા... હા! આતમરામ છે. એને નિમિત્તપણે ગુરુઆદિ સંસ્કારવાળા હો, પણ ઉત્પન્ન થવું સમ્યગ્દર્શન
ઈ પોતાથી થાય છે. એ પછી થતું એ આતમરામ
“નિજ પદ રમે સો રામ” કહીએ. ભગવાન પોતે
પોતાના સ્વરૂપમાં રમે તો રામ કહીએ. આહા... હા... હા! ઈ આતમરામ! રાગમાં એકાકાર થઈને રમે
ઈ હરામ કહીએ. આહા...! આવું છે.
“અંતરંગ અને બહિરંગ સાધનો વડે” એ બહિરંગ સાધન
આવ્યું આમાં! એ (પંડિતજી!) નિમિત્ત આવ્યું જુઓ! (શ્રોતાઃ) હાજરી ન હોય તો ન થાય...?
(ઉત્તરઃ) હેં! ઈ પ્રશ્ન જ નથી ને...! આંહી તો થાવા કાળ