Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 327 of 540
PDF/HTML Page 336 of 549

 

background image
ગાથા – ૧૦૨ પ્રવચનસાર પ્રવચનો ૩૨૭
આ હોય છે બસ એટલું. પહેલી તો ઈ વાત આવી ગઈ છે. પોતાને અવસરે થાય, તેમ જન્મક્ષણમાં એ
(વાત) આવી ગઈ. જનમક્ષણ છે. એ ત્યારે ત્યાં આવા નિમિત્ત હોય છે. નિમિત્ત એને કહીએ કે અનુકૂળ
હોય એને. અનુકૂળ છે માટે પરને કાંઈ કરે છે એમ નથી. થોડા ફેરે મોટો ફેર છે. આહા... હા!
(કહે છે કેઃ) સંસ્કાર શું કે આનો ઘડો આમ થાય, રામપાત્ર આમ થાય, કે પર્યાય આની
ઉત્પન્ન આમ થાય, એવો ખ્યાલ હોય, ઈ ખ્યાલની હાજરીમાં ત્યાં સામે પર્યાય ઉત્પન્ન થાય છે ઈ એને
(પોતાને) લઈને થાય છે. અંતરંગકારણથી. આહા... હા! “અંતરંગ અને બહિરંગ સાધનો વડે.”
બધી તકરારો અહીંયાં આવે છે ને...! સોનગઢવાળા બાહ્ય સાધન માનતા નથી, અને બાહ્ય સાધન
વિના કાર્ય થાય નહીં, બે (કારણ-સાધન) વિના કાર્ય થાય નહીં. પણ અંતરંગ સાધન જે છે ઈ
વખતે બાહ્ય સાધન હોય છે. હોય છે પણ તેનાથી અહીંયાં (કાર્ય) થાતું નથી. ઈ તો કૈલાસચંદજીએ
છાપામાં નકકી કર્યું છે. ઈ તો વિરુદ્ધ હતો. તેરની સાલ. હવે નકકી કર્યું કે સોનગઢવાળા નિમિત્ત
માનતા નથી એમ નહીં, નિમિત્ત માને છે પણ નિમિત્તથી કાર્ય થતું નથી એમ માને છે. એમ છાપામાં
આવ્યું છે!
(શ્રોતાઃ) પોતે શું માને છે? (ઉત્તરઃ) ઈ નથી કાંઈ ખુલાસો! આહા... હા! પણ એટલે
ઊંડેથી, વિચારવાનું આયોજન છે ક્યાં? નવરાશ ન મળે, પછી બેઠું હોય ઈ પ્રમાણે કહે, જે જે
મહારાજ! જે પ્રમાણ, જાવ (રખડવા.) આહા... હા! “અંતરંગ અને બહિરંગ સાધન વડે.”
જોયું?
“કરવામાં આવતાં” કરવામાં આવતા “સંસ્કારની હાજરીમાં” જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ
હોય છે.” જે થવાની પર્યાય છે ઉત્પાદની એની જન્મક્ષણ હોય. “તે જ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય
છે” અને તે જ બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે.”
આહા... હા! કેટલું આચાર્યોએ
કરુણા કરીને સહેલી ભાષા સાદી ભાષા. આમ તો સંસ્કૃત બનાવેલું! આ સંસ્કૃત નથી ગુજરાતી છે!
(અહીંયાં કહે છે કેઃ) “વળી જેમ રામપાત્રમાં, મૃત્તિકાપિંડમાં અને માટીપણામાં ઉત્પાદ–વ્યય
અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક છૂટાંછૂટાં) વર્તતાં હોવા છતાં.” હવે અહીંયાં બીજું દ્રવ્યને સિદ્ધ કરવું
છે. આહા... હા! જેમ રામપાત્ર ઉત્પન્ન થાય, મૃત્તિકાપિંડનો વ્યય થાય, માટીપણું અન્વય - કાયમ રહે.
આમ ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય પૃથકપણે એક એક છૂટાં છૂટાં વર્તતાં હોવા છતાં - જુદા જુદા લક્ષણોથી
વર્તતાં છતાં - એક કાળે જુદી જુદી જાત, ઉત્પાદનું લક્ષણ જુદું, વ્યયનું જુદું ને ધ્રૌવ્યનું લક્ષણ જુદું!
આહા... હા! એક સમયમાં (ત્રણ) જોવામાં આવે છે. માટીના પિંડનો નાશ, ઘડાની ઉત્પત્તિ ને માટીનું
કાયમ રહેવું.
“ત્રિસ્વભાવસ્પર્શી માટીમાં તેઓ સમસ્તપણે (બધાંય ભેગાં) એક સમયમાં જ જોવામાં
આવે છે.” એક સમયમાં જ જોવામાં આવે છે. આહા... હા! “તેમ” ઓલો દ્રષ્ટાંત થયો. “ઉત્તર
પર્યાયમાં”
એટલે ઉત્પન્ન થાય ઈ પર્યાયમાં “પૂર્વ પર્યાયમાં” પૂર્વની વ્યય પર્યાયમાં “અને
દ્રવ્યપણામાં”
(ધ્રૌવ્યપણામાં) “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેક પણે (એકેક) વર્તતાં હોવા છતાં”
એક જ સમયમાં ભિન્ન ભિન્ન વર્તતાં હોવા છતાં આહા... હા!
“ત્રિસ્વભાવસ્પર્શી દ્રવ્યમાં તેઓ
સમસ્તપણે”