પર્યાયો દ્રવ્ય નથી. ઈ ત્રણ પર્યાયો ત્રણ દ્રવ્ય નથી. ત્રણ પર્યાયો દ્રવ્યમાં છે એક દ્રવ્યમાં છે. પર્યાય,
પર્યાયને આશ્રિત કીધી, પછી પર્યાય દ્રવ્યને આશ્રિત કીધી. આહા... હા!
દ્રવ્ય” આહા... હા! ત્રણે સ્વભાવને સ્પર્શનારું દ્રવ્ય. દ્રવ્ય, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સ્વભાવને
ધારે છે. આ સ્વભાવને દ્રવ્ય ધારે છે. આહા... હા! છે? એક આત્મા! સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, વ્યય
મિથ્યાત્વનો, વસ્તુનું ધ્રુવ રહેવું (ધ્રૌવ્ય) ઈ ત્રણ હોવા છતાં - પ્રત્યેકપણે ત્રણ હોવા છતાં એક દ્રવ્યનું
સ્વરૂપ છે. બીજા દ્રવ્યનું સ્વરૂપ એમાં, ઈ એના દ્રવ્યનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આહા... હા!
દ્રવ્ય વર્તે છે. એમ આવી ગયું છે પહેલું! (ગાથા-૯૯) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વભાવ છે અને
સ્વભાવમાં સદાય દ્રવ્ય વર્તે છે. આહા... હા! એમ અહીંયાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય પ્રત્યેક ત્રણ હોવા
છતાં, ત્રિસ્વભાવસ્પર્શી દ્રવ્યને પોતે સ્પર્શે છે-અડે છે.
છે. આહા... હા! આવું હવે! ઓલું તો મિચ્છામિ પડિકકમામિ ઇરિયા વહીયા તસ્સ ઉતરીકરણેણં થઈ
ગ્યું લ્યો! પાણકકમણે થઈ ગઈ સામાયિક! ધૂળે ય નથી કાંઈ! ભાષા બોલાય છે ઈ જડ (પરમાણુની
પર્યાય) છે. અંદર વિકલ્પ ઊઠે છે ઈ રાગ છે. ભગવાન (આત્મા) ભાષાને રાગથી ભિન્ન છે. એની
તો ખબર નથી. આહા... હા! એને સામાયિક ક્યાંથી થયો? સમતાનો લાભ સામાયિક એટલે.
સમતાનો લાભ ક્યારે થાય? કે ધ્રુવ, વીતરાગસ્વરૂપ આત્મા છે, અને તેના ઉપર લક્ષ કરીને જે
ઉત્પત્તિ વીતરાગની થાય, ત્યારે તૂટે રાગ (એટલે) રાગ પર્યાયનો વ્યય થાય ને વીતરાગપણાની
ઉત્પત્તિની થાય, પહેલું સમકિત થાય પછી એમાં ઠરે - સ્વરૂપમાં ઠરે ત્યારે સામાયિક થાય. આહા...
હા! આવું છે!
જુદો, અને ધ્રૌવ્યનો સમય જુદો (એમ) તેં કહ્યું’ તું એમ નથી. આહા... હા! દ્રવ્યનું એ ત્રિસ્પર્શી ભાવ
ઈ દ્રવ્ય છે. આહા...! અંતે ત્યાં લઈ ગ્યા પાછા. એટલું બધું કહી-કહીને ત્રિસ્પર્શી દ્રવ્ય છે.