Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 329 of 540
PDF/HTML Page 338 of 549

 

background image
ગાથા – ૧૦૨ પ્રવચનસાર પ્રવચનો ૩૨૯
એકસ્પર્શી પર્યાય છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એક-એક સ્પર્શી પર્યાય છે. અને દ્રવ્ય છે ઈ ત્રિસ્પર્શી દ્રવ્ય છે.
આહા... હા... હા! હવે એક કલાક આવું આવે એમાં સાંભળ્‌યું નો’ હોય કોઈ દિ’ બાપદાદાએ! “એક
સમયમાં ‘જ’ જોવામાં આવે છે.”
શેમાં? ત્રિ... સ્વભાવ... સ્પર્શી... દ્રવ્યમાં! ત્રણ સ્વભાવથી સ્પર્શેલું
દ્રવ્ય! આહા... હા!
“વળી જેવી રીતે રામપાત્ર” (ની) ઉત્પત્તિ. “મૃત્તિકાપિંડ” (નો) વ્યય “અને
માટીપણામાં” માટી ધ્રૌવ્ય “વર્તનારાં ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય માટી જ છે.” ઈ માટી જ છે.
આહા... હા! એમ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો વ્યય, અને આત્માનું ધ્રુવપણું એ ત્રણે આત્મા જ
છે. ત્રણેય આત્મા જ છે. લે! (આ શું કીધું!) ૩૮ ગાથામાં (‘નિયમસાર’) એમ કહે કે ત્રિકાળી
આત્મા તે જ ખરો આત્મા છે. ‘શુદ્ધઅધિકાર’ પહેલી ગાથા (‘નિયમસાર’)
जीवादि बहित्तच्चं
हेयमुवादेयमप्पणो अप्पा। ત્રિકાળી સ્વભાવભાવ, ભગવાન ભગવાન પરમસ્વભાવ પ્રભુ! ઈ જ એક
આદરણીય છે. આહા... હા! વસ્તુસ્થિતિ ઈ છે.
અહીંયાં તો (કહે છે કેઃ) “વળી જેવી રીતે રામપાત્ર, મૃત્તિકાપિંડ અને માટીપણામાં
વર્તનારાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય માટી જ છે.” પહેલું કહ્યું’ તું ત્રિસ્પર્શી ઈ દ્રવ્ય જ છે. ઉત્પાદ-વ્યય
ને ધ્રૌવ્ય ત્રિસ્પર્શી દ્રવ્ય જ છે. એમ આ માટીપણામાં વર્તનારાં માટી જ છે. આહા... હા! આમાં યાદ
કેટલું’ ક રાખે! કઈ જાતનો ઉપદેશ? ઓલુ તો કાંઈ સમજાય ખરું! (પણ એનાથી ભવભ્રમણ નહીં
મટે) એને માટે અરે... રે! ભવભ્રમણને ટાળવા, ભવનો અંત લાવવા, (આ સમજીને) ચોરાશીના
અવતાર કરી કરીને મરી ગ્યો! (ભવ કર્યા કેવા-કેવા) કાગડાના...કૂતરાનાં...મિંદડાંના... આહા...હા!
નરકના ભવ કરી-કરીને (દુઃખી દુઃખી થયો) એ ભવના અભાવ એ સમ્યગ્દર્શન વિના નહીં થાય.
અને ઈ સમ્યગ્દર્શન આત્મામાં, દ્રવ્યના આશ્રયે થાય, બીજાને આશ્રયે ન થાય. આહા...હા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “વળી જેવી રીતે રામપાત્ર, મૃત્તિકાપિંડ અને માટીપણામાં વર્તનારાં
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય માટી જ છે, અન્ય વસ્તુ નથી.” આહા... હા! જોયું? અન્ય વસ્તુ ત્યાં આવી
જ નથી. અન્ય વસ્તુથી એ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) થયું નથી આહા... હા!
“તેવી જ રીતે ઉત્તર
પર્યાય.” દરેક વસ્તુની ઉત્તર પર્યાય (ઉત્પાદ) “પૂર્વ પર્યાય”. તેના પછીની પર્યાય (વ્યય) “અને
દ્રવ્યપણામાં વર્તનારાં”
(ધ્રૌવ્ય) “ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્ય જ છે.” ઈ ઉત્પન્ન ને વ્યય ને ધ્રૌવ્ય
તે વસ્તુ જ છે. બીજી ચીજની (નિમિત્તની) હાજરી હો, પણ ઈ હાજરી છે, ઈ વસ્તુ આ વસ્તુ છે
એમ નહીં. આહા... હા! ભારે વાત ભાઈ!
વિશેષ કહેશે....