હારે. ખેડાવાળા જેઠાભાઈ! શ્વેતાબંર (હતા) પહેલા આંહી (નો) પરિચય, આવ્યા અમરેલી. રુચે નહીં,
ગોઠે નહી, એકદમ અજાણી વાત! પછી એને પરિચય કરતાં લાગ્યું કે વાત કંઈક બીજી લાગે છે. પછી એ
લોકોમાં પ્રશ્ન મૂકયા પચાસ. આનો ઉત્તર આપો જો ઠીક પડે તો આમાંથી નહીં નીકળું, ઉત્તર ક્યાંયથી
મળ્યો નહીં સરખો, છેવટે રામવિજયજી કહે કે મારી હારે ચર્ચા કરો. પછી કહે કે ચર્ચા કરીએ. પણ પહેલી
કબૂલાત કરો. રામવિજયજી કહે ‘કર્મથી વિકાર થાય’ પહેલી કબૂલાત કરો. આ કહે મારે માન્ય નથી.
- પરમાણુની પર્યાય, પહેલી હતી એનો વ્યય થઈને કર્મરૂપે થઈ, એને આત્માને લઈને આત્માએ
રાગદ્વેષ કર્યો, માટે તે જ્ઞાનાવરણીયની પર્યાય થઈ એમ નથી. માળું સારું! આમાં કેટલો’ ક ફેરફાર
કરવો? મીઠાલાલજી! આ તો બધું ગાંડું કહેવાય એવું છે. આહા... હા! હા! આજ આવ્યા? સંસારના
ડાહ્યા તે ગાંડા કહે એવું છે! આહા... હા! ભાઈ, મારગ જુદો બાપા! કેમ કે અનંત આત્માઓ ને
અનંત પરમાણુ છે. તે અનંતપણે ક્યારે રહી શકે? તે તે કાળના, પોતાના પરિણામમાં, પોતે રહે તો
રહે પણ બીજાઓને પરિણમાવી દ્યે અને બીજા આને પરિણમાવી દ્યે (તો તો) અનંત-અનંત, પૃથક
પૃથકપણે નહીં રહે. આહા... હા! હેં! આહા...! વીતરાગ મારગ અલૌકિક છે. બાપુ! એવું ક્યાંય છે
નહીં. પરમેશ્વર સિવાય આ વાત કોઈ ઠેકાણે છે નહીં. વાડામાં નથી અત્યારે, વાડાવાળાઓએ તો ઊંધું
માર્યું! દયા પાળો... ને વ્રત કરોને... અપવાસ કરો... ને ભક્તિ કરો... ને પૂજા કરો... આહા... હા!
ભગવાનને, અર્ધ્ય ચડાવે ઈ આંગળીથી નહીં ને આત્માથી નહીં. આહા... હા! ચોખાથી પર્યાય, તે રીતે
પૂર્વની પર્યાયનો વ્યય થઈ ત્યાં ગયા ચોખા ઈ ઉતપાદને ચોખાના પરમાણુ કાયમ (ધ્રુવ) છે. ચોખાના
પરમાણુની પર્યાયથી એ ચોખા ગયા છે આત્માએ આમ મૂકયા માટે ગયા છે એમ નથી. આરે... આવી
વાતું હવે! કાને તો પડે! કે કાંઈક છે કાંઈક વાત આ છે એમ થાયને માણસને... આવું અત્યાર સુધી
માનીએ છીએ એના કરતાં કાંઈક બીજી વાત છે બાપુ!