Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 344 of 540
PDF/HTML Page 353 of 549

 

background image
ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૪૪
પ્રમાણે પોતાથી (અર્થાત્ દ્રવ્યપણે) ધ્રુવ.” છે ને? (પાઠમાં) દ્રવ્યને બે ઠેકાણે - બે અર્થ કરવા.
પછી નીચે છે (ફૂટનોટમાં) ‘દ્રવ્ય’ શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે (૧) એક તો,
સામાન્યવિશેષના પિંડને સામાન્ય ત્રિકાળ રહેવું અને પર્યાય વિશેષ, એ બે થઈને પણ દ્રવ્ય કહેવાય
છે. સામાન્યવિશેષનો પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમકે દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ
છે. ઈ રીતે દ્રવ્ય કહેવામાં આવે છે. (૨) બીજું, વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે.
શું કીધું? ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય - ત્રણ થઈને એક એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે અને એક ધ્રૌવ્ય છે
તેને પણ દ્રવ્ય કહેવાય ઈ નયની અપેક્ષાએ. આહા... હા! દ્રવ્ય કહેવામાં બે પ્રકાર છે ઉત્પાદ-વ્યય તો
છે. ઈ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય ત્રણ મળીને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રમાણનું (દ્રવ્ય). અને ઉત્પાદ-
વ્યય વિના એકલું ધ્રુવ ત્રિકાળી એનું લક્ષ કરાવવા ધ્રૌવ્યને પણ દ્રવ્ય કહે છે. એ નયનું દ્રવ્ય છે. અને
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત આખું પ્રમાણનું દ્રવ્ય છે. આ... રે... આહા...! પ્રમાણ શું ને નય શું?
વસ્તુસ્થિતિ એવી છે ભાઈ!
“આ પ્રમાણે પોતાથી (અર્થાત્ દ્રવ્યપણે) દ્રવ્યના બે અર્થ લીધા. લીધા ને? ધ્રુવ અને
દ્રવ્યપર્યાયો દ્વારા ઉત્પાદ વ્યય એવાં દ્રવ્યો ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય છે.” દરેક દ્રવ્ય, દરેક પદાર્થ ઉત્પાદ-
વ્યયને ધ્રૌવ્યસ્વરૂપ છે. એ રીતે દ્રવ્ય કહીએ અને ઉત્પાદ-વ્યય છોડીને ત્રિકાળીને પણ દ્રવ્ય કહીએ.
(એમ) ‘દ્રવ્ય’ કહેવામાં બે પ્રકાર છે.
વિશેષ કહેશે.....