કંઈ એક ચીજ નથી. (આ શરીર) આના કટકા કરતાં-કરતાં છેલ્લો પોઈન્ટ રહે તેને પરમાણુ કહે છે.
એને દ્રવ્ય કહે છે. એવા અનંત દ્રવ્યો છે (આ વિશ્વમાં) અને અનંતા આત્માઓ છે. ઈ દરેક આત્મામાં
(ને દરેક દ્રવ્યમાં) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય, છે ને? નવી અવસ્થા ઉત્પન્ન થાય, પૂર્વની અવસ્થા વ્યય
થાય, અને સદ્રશ-ધ્રુવપણે કાયમ રહે. એવો એનો સ્વભાવ છે. દરેક આત્મા ને દરેક પરમાણુનો (એવો
સ્વભાવ છે.) એ દ્વારા વિચારે છે. મથાળું બાંધ્યું હોં!
तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति ।। १०४।।
તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વ ગુણપર્યાયને. ૧૦૪.
એટલે શક્તિઓ - સ્વભાવ, એ પણ શાશ્વત છે. એની પર્યાયો એટલે અવસ્થાઓ બદલે છે, એને
પર્યાય કહે છે. તો કહે છે કેઃ ગુણપર્યાયો, એ ગુણોની જે અવસ્થાઓ, એ દ્રવ્ય છે. દ્રવ્યથી જુદી જુદી
નથી. ઝીણી વાત છે! આહા...! ગુણપર્યાયો પરમાણુના કહ્યા અને આત્માના કહ્યા. એમ હવે આ
પરમાણુ છે એની અવસ્થાઓ (છે.) જુઓ, આ આંગળી (આમ વળે છે, સીધી થાય છે એ
પરમાણુનો અવસ્થાઓ છે.) પહેલી અવસ્થા હતી લોટની, એની પહેલાં ધૂળની (માટીની હતી).
પરમાણુ જે રજકણ છે ઈ તો કાયમના છે. એ રજકણની અવસ્થા-રૂપાંતર થાય છે. તે રજકણના ગુણ
છે. એમાં જે એક એક પરમાણુ (રજકણ) પોઈન્ટ - અણુ છે એમાં વર્ણ-રસ-સ્પર્શ-ગંધ (આદિ
અનંત) ગુણ છે. એ ગુણો ત્રિકાળ છે અને એની વર્તમાન અવસ્થા બદલે છે એ તેની પર્યાય છે. ઈ
ગુણને પર્યાય થઈને દ્રવ્ય છે. આહા... હા! આવી વાત છે આ! (શ્રોતાઃ) ગુણ એટલે લાભ થ્યો
આટલો અમને...
સુખ-સ્વચ્છતા-પ્રભુતા (આદિ અનંત) શક્તિઓ છે એટલે ગુણ