ને પર્યાય દ્રવ્યથી જુદી ચીજ નથી. આહા... હા! આકરું-આકરું કામ છે બાપુ આ તો! આ તો
વીતરાગની કોલેજ છે. કેટલો’ ક અભ્યાસ હોય તો સમજાય આ તો! અત્યારે આ ચાલતું નથી બધી
ગરબડ-ગરબડ (ગોટા ઊઠયા છે.)
- જાણનાર છે, એનામાં જાણવું-દેખવું-આનંદ આદિ ગુણ છે. એ ગુણની વર્તમાન અવસ્થા, જે
ક્ષણે જે અવસ્થા રૂપાંતર થાય, તે અવસ્થા ને તે ગુણ (એટલે) અવસ્થાઓ ને ગુણો તે દ્રવ્ય છે.
તે (આત્મ) વસ્તુ છે. એના ગુણ અને એની વર્તમાન અવસ્થા તેના દ્રવ્યથી જુદા નથી. આ...
રે... આ આકરું કામ! એટલે બીજું દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે એમ નથી ત્રણકાળમાં.
આહા... હા!
આત્મવસ્તુ છે. (તેમ) પરમાણુમાં પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ (આદિ ગુણો) અને આ એની
અવસ્થાઓ, પરમાણુની અવસ્થા (એ બે થઈને પરમાણુ દ્રવ્ય છે.) આ લૂઆની અવસ્થા છે અત્યારે,
ઈ પરમાણુ છે એની અવસ્થા છે. પહેલી એની અવસ્થા લોટપણે હતી, (પછી) રોટલીપણે (થઈ)
એના પહેલાં લોટપણે, એના પહેલાં ઘઉં-પણે, એનાં પહેલાં કાંકરાપણે (એ) પલટતાં-પલટતાં-
પલટતાં, અવસ્થા પલટે ઈ અવસ્થા (પર્યાય) કહેવાય. અને એમાં કાયમ રહેલી શક્તિ (ઓ) છે
આમાં (પરમાણુમાં) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ (આદિ) એ ગુણો છે અને એ ગુણો ને પર્યાયનો સમુદાય
તે દ્રવ્ય-વસ્તુ છે. ત્રણ થઈને વસ્તુ છે. આહા...! આકરું કામ છે. બાપુ! અભ્યાસ અત્યારે મૂળ
તત્ત્વનો અભ્યાસ આખો વયો ગ્યો. (ચાલ્યો ગયો.) ઉપરની વાતું કરે. એક તો નવરો ન થાય ધંધા
આડે! પોતાના પાપના ધંધા, ભલે પછી પાંચલાખ-દશલાખ પેદા કરતો હોય. આહા... હા!
ગુણ થઈને દ્રવ્ય કહેવાય છે. સમજાય છે કાંઈ? સમજાય છે કે નહીં? શું કહે છે? અ... હા... હા! એમ
કહે છે પ્રભુ! કેઃ કોઈ પણ તત્ત્વ છે - આત્મા, પરમાણુ આ જડ (શરીર) એ વસ્તુ છે. અંદર દ્રવ્ય
(આત્મા) (અથવા) દ્રવ્ય એટલે પદાર્થ! એ પદાર્થ શક્તિ વિનાનો ન હોય. ‘શક્તિવાન’ છે એ પદાર્થ
ને શક્તિ (સ્વભાવ છે.) પદાર્થ ‘સ્વભાવવાન’ છે એ સ્વભાવ વિના ન હોય. (એ) સ્વભાવને ગુણ
કહેવામાં આવે છે. અને તેની થતી હાલત-પર્યાય તેને અવસ્થા કહે છે. એ ગુણને પર્યાયનો