પરમાણુમાં છે. આ પરમાણુ તે એનો ધરનાર છે. આ તો (હાથ) અનંતા પરમાણુ છે. ઈ અનંતા
પરમાણુમાં, એકેક પરમાણુમાં અનંતા ગુણ છે - શક્તિઓ છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિગેરે... શક્તિ
(ઓ) સમયે-સમયે પલટે છે. એ પલટવું ને ગુણો એ બધું થઈને તત્ત્વ-પરમાણુ છે. એ પલટવું
ને ગુણો થઈને બીજું દ્રવ્ય છે એમ નથી. આહા... હા! આવું છે! (તત્ત્વસ્વરૂપ!) શું થાય બાપુ!
મારગ બહુ જુદો બાપા!
પરિણમતું થકું” દ્રષ્ટાંત આપે છે. કેરી જે લીલાપણે રંગે છે. એ લીલો રંગ પલટીને પીળો થાય છે.
(કેરી) પાકે એટલે.
સત્તા છે. લીલું અને પીળું એ એના પોતાની સત્તાથી, પરમાણુની સત્તા છે. આહા... હા! “પોતાની સત્તા
અનુભવતું હોવાને લીધે, હરિતભાવ અને પીતભાવની સાથે અવિશિષ્ટ સત્તાવાળું હોવાથી.”
એકસત્તાવાળું છે. ખાસ એક સત્તા છે. ઈ તો અવસ્થા પલટી, (પણ) સત્તા એક જ છે. આહા... હા!
આવી વાતું હવે! આવું કઈ જાતનું? (વસ્તુસ્વરૂપ!) મારગ એવો છે બાપુ, શું કહીએ?
એ જડ છે. હવે ‘છે’ ઈ સત્તા એની ‘છે’ એનાથી તે સત્ત્વ, સત્તાથી જુદું નથી. તેની ‘સત્તા’ નામનો
ગુણ છે. ‘અસ્તિત્વ’ નામનો ગુણ છે (એ) ગુણથી તત્ત્વ જુદું નથી. એ ત્રણેય થઈને એક સત્તા છે.
આહા.. હા... હા! કો’ સમજાય છે કે નહીં! આ તો ‘પ્રવચનસાર’ વીતરાગની વાણી છે. સર્વજ્ઞ
ત્રિલોકનાથ! આત્મા સર્વજ્ઞ થાય છે. ત્રણકાળ, ત્રણલોકને જાણે. ત્યારે જે વાણી નીકળે ઈચ્છા વિના,
ઈ આ વાણી છે. આહા... હા! પણ એને અભ્યાસ નહીં ને... (જરી કઠણ લાગે!)