અવિશિષ્ટ સત્તાવાળું
નથી. આહા... હા!
પરિણમન (સ્પર્શગુણની પર્યાય ગરમ થઈ) ઈ તાવ આવ્યો. ઈ પર્યાય એની છે જડની. ઈ પર્યાય ને
ગુણ થઈને ઈ દ્રવ્ય છે. એ તાવની પર્યાય ને શક્તિ-ગુણો થઈને એ દ્રવ્ય (પરમાણુદ્રવ્ય) છે. એને
બીજા ઉપર નજર કરવાની નથી એમ કહે છે. આહા... હા! તારું દ્રવ્ય જે છે અંદર! આહા... હા! એ
વસ્તુ તરીકે એમાં વસેલા અનંતા ગુણો-શક્તિઓ વસેલા છે. એ ગુણોનું ક્ષણે-ક્ષણે પરિણમન થાય છે.
એ પરિણમન એટલે અવસ્થા-પર્યાય-બદલવું. એ બદલતી અવસ્થા અને ગુણ ઈ દ્રવ્ય છે. અનેરું કોઈ
દ્રવ્ય નથી, ગુણ કોઈ અનેરું દ્રવ્ય નથી. સમજાય છે? ભાષા તો સાદી છે પણ ભઈ! ભાવ ગમે એટલા
દ્યો પણ ભઈ, અધ્યાત્મભાષા છે આ તો!! આહા... હા!
પોતે જ પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણમાંથી ઉત્તર અવસ્થાએ અવસ્થિત.” ગુણમાંથી બીજો થ્યો
(પર્યાય) લીલામાંથી પીળો થઈ ગ્યો (વર્ણગુણ)
અવસ્થા બદલે છે ને નવી અવસ્થા થાય છે. તે ગુણે પરિણમતું (થકું) “પૂર્વ અને ઉત્તર અવસ્થાએ
અવસ્થિત ગુણો સાથે છતાં પર્યાય પલટે છતાં ગુણો તો એવા ને એવા છે. ગુણમાં કોઈ બીજી રીતે
અવસ્થા થતી નથી શક્તિઓની એની. એ ગુણો ને પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે
(ઓ) તે ગુણ છે. અને એ ગુણો (પણ) જેમ દ્રવ્ય છે કાયમ રહેનાર, ઈ શક્તિઓ પણ કાયમ,
રહેનાર છે. એની વર્તમાન થતી, બદલતી અવસ્થા (એ) અવસ્થા ને ગુણ દ્રવ્ય જ છે. બીજું દ્રવ્ય
નહીં. આહા...હા! અથવા બીજા દ્રવ્યથી તે ગુણ-પર્યાય થાય, એવું ઈ દ્રવ્ય નથી. આહા... હા! સમજાય
છે આમાં?