હા. તાવની તો જડની અવસ્થા છે. પણ એમાં અણગમો કરે છે. ‘ઠીક નથી આ’ એનું નામ દ્વેષ છે
એનું નામ દુઃખ છે. આહા... હા!
જરી પણ જાણે! આહા... હા... હા! બહુ ફેર! વસ્તુ વસ્તુનો!
ત્યાં રહયા. બાકી આ સ્વાધ્યાય મંદિર થ્યું. ૯૪ માં (સંવત - ૯૪) આહા... હા! બાવીસ લાખ તો
પુસ્તક બહાર પડયા છે. આંહીથી (સોનગઢથી) વાંચન કરે છે જયપુર વગેરેમાં. નૈરોબી છે, આફિકામાં
છે, આ બધાય મંદિર બનાવે છે આફિકા. પૈસાવાળા છે કરોડોપતિ આઠ, બીજા પૈસાવાળા છે. આ જેઠ
શુદ અગિયારસે પૂરું. મંદિર પંદર લાખનું તૈયાર કર્યું છે. હવે એ લોકોની માગણી છે, ન્યાં આવવાની.
હવે થાય ઈ ખરું નેવું વરસ થ્યાં. હવે દેખાવ લાગે પણ જાવું. માગણી છે એની. આહા... હા! આ
ચીજ! અરે... રે! સાંભળવા મળે નહીં, અને જે સાંભળવા મળે એ બધું ઊલટું મળે. અરે. ઈ સત્ને કે
દિ’ પહોંચે! સત્નો સત્ તરીકે કે દિ’ સ્વીકાર કરે? આહા... હા! છે? (પાઠમાં)
એ ગુણની અવસ્થા લીલી ને પીળી ઈ પર્યાય કહેવાય. અને અંદર વર્ણ છે ઈ ગુણ કહેવાય. ગુણ ને
પર્યાય ને એવા અનંતા ગુણો અને એની અનંતી પર્યાયો, તે દ્રવ્ય-વસ્તુ છે તે તત્ત્વ છે. પરને લઈને
નહીં. આહા... હા! પર તત્ત્વને લઈને પર તત્ત્વના પર્યાયો નહીં, પરતત્ત્વને લઈને પરતત્ત્વના ગુણો નહી
પરતત્ત્વને લઈને પરતત્ત્વનું દ્રવ્ય નહી. આહા...હા...હા! હવે આ કે દિ’ ભેગા થાય? જે સાંભળવા મળે
મુશ્કેલ! પકડવાનું મુશ્કેલ! દુનિયાને જાણીને છીએ ને ભઈ! જાણતાં! છાસઠ વરસ તો દુકાન છોડયાને
થ્યા છે. સડસઠ થ્યા સડસઠ દુકાન છોડયાને...! આહા...! દુકાન ઉપરેય હું તો શાસ્ત્રનો અભ્યાસ કરતો.
નાની ઉંમરમાં, દુકાન પિતાજીની. અભ્યાસ બધો ‘દશવૈકાલિક સૂત્ર’ ને બધાં વાંચેલા દુકાન ઉપર. ૬૪-
૬પની સાલ. ‘સમવાયાંગ’ ૬૪-૬પ-૬૬ (ની સાલમાં વાંચ્યું) એટલા વરસની વાત છે! આહા...હા!