વાતું મોટી કરે. અને ઓલા સાંભળનારા બચારાં સાધારણ હોય, મોટપ નાખીને મારી નાખે! આહા...
હા! બાપુ મોટો તો પ્રભુ તું અંદર આનંદને જ્ઞાનથી મોટો છે. આહા... હા! અરે... રે! એ ચૈતન્ય
હીરલો અંદર છે, ચૈતન્ય હીરો! જેમ હીરાને પાસા હોય છે એમ આ ચૈતન્ય (હીરાને) અનંતગુણના
પાસા હોય છે. આહા... હા! એ ગુણની વર્તમાન અવસ્થા થાય, તે ગુણ-પર્યાય છે. ગુણ-પર્યાય એટલે
દ્રવ્ય-વસ્તુ છે. ગુણ-પર્યાય તે દ્રવ્યથી અનેરી ચીજ નથી. આહા... હા! સમજાય છે કાંઈ! આપણે
અહીંયાં ચુમાલીસ વરસથી હાલે છે. સવાચુમાલીસ વરસ તો આંહી થ્યા. જંગલમાં! પીસતાલીસ વરસે
આવ્યાને આંહી. સવાચુમાલીસ થ્યા. ૯૧ માં ફાગણ વદ ત્રીજે આવ્યા. આ બધું કરોડો રૂપિયા નખાઈ
ગ્યા પછી. એની પર્યાય થવા કાળે થાય, એમાં કોઈથી થાય નહીં હોં! આહા... હા... હા!
કાયમ રહેનારી છે ને અનાદિ-અનંત (છે.) એ ચીજ છે એમાં અનંતા ગુણ ભર્યાં છે. (એટલે ધ્રુવ
છે) નવું-નવું થાય એ તો પર્યાય-અવસ્થા થાય. ગુણ ને દ્રવ્ય એ તો કાયમ છે. અવસ્થા બદલે-
રૂપાંતર થાય. પણ રૂપાંતર ને ગુણ એ દ્રવ્ય છે, દ્રવ્ય છે, દ્રવ્યથી ઈ જુદાં નથી.’ આહા...હા...હા! આવો
ઉપદેશ હોય!! છે? (પાઠમાં).
ગુણપર્યાયો સાથે અભિન્ન હયાતી હોવાથી એક જ દ્રવ્ય છે.” દ્રવ્ય એટલે વસ્તુ. અથવા દ્રવ્ય એટલે
‘
કરે છે. પણ એની પર્યાય બીજો કોઈ દ્રવે-કરે ઈ ત્રણ કાળમાં બનતું નથી. માને ન માને સ્વતંત્ર છે.
આહા... હા પરમ સત્ય આ છે. સત્-સત્ સાહેબ! ચૈતન્યપ્રભુ! અનંત આનંદ ને અનંતજ્ઞાનથી ભરેલો
પદાર્થ છે પ્રભુ (આત્મા)! એની અવસ્થા ક્ષણે-ક્ષણે થાય છે (એટલે કે દ્રવે છે) ઈ અવસ્થા ને ગુણ
થઈને ઈ દ્રવ્ય છે. શરીર થઈને દ્રવ્ય છે. ને વાણી થઈને... દ્રવ્ય છે... ને... પૈસા થઈને દ્રવ્ય છે... ન...
બાયડી લઈને દ્રવ્ય છે... ને... બાયડી અર્ધાંગના કહેવાય, ધૂળમાંય નથી અર્ધાંગના! આહા... હા!
સાંભળને... હવે! બાયડી વળી એને પતિદેવ કહે. ઈ વળી એને ધરમપત્ની કહે. એમ ભાષામાં
ઓગાળે! કોણ હતા બાપા! વસ્તુ જુદી છે. આહા... હા! જુદી જુદી ચીજને જુદું કોઈ કરે ઝીણું પડે
ભાઈ! એક તત્ત્વ, બીજા તત્ત્વને અડે નહીં. કેમ બેસે? આત્મ ભગવાન અંદર અરૂપી, વર્ણ, રસ, ગંધ,
સ્પર્શ વિનાનો અને જ્ઞાન, દર્શન, આનંદવાળો! એ શરીરને અડતો નથી. અને આ શરીરના રજકણો
એ આત્માને અડતા નથી. કેમ કે આ તો જડ-રૂપી છે ને પ્રભુ (આત્મા) અરૂપી છે. આહા... હા!
(શ્રોતાઃ) તાવ આવે છે ત્યારે દુઃખે છે કેમ? (ઉત્તરઃ) દુઃખે છે