આવી ગ્યા છે! ધૂળમાં ય કાંઈ, એ પરમાણુ એ પરમાણુ સ્વતંત્ર છે, તારા નહીં. અર... ર... ર! આવું
(શ્રોતાઃ) એટલા બધા - કરોડો રૂપિયા હતા ને... તમે ના પાડો. (ઉત્તરઃ) કોને કહેવા કરોડો. એ
બધી ધૂળ, બે અબજ કીધું નહીં? આપણે ગોવામાં છે એક શાંતિલાલ ખુશાલ. જૈન, સ્થાનકવાસી! બે
અબજ ચાલીશ કરોડ (રૂપિયા) ગુજરી ગયો હમણાં દોઢ-પોણા બે વરસ પહેલાં, મુંબઈ. એની વહુને
હેમરેજ થયેલું. ન્યાં તો ચાલીશ લાખનો બંગલો છે, દસ-દસ લાખના બે બંગલા છે ગોવામાં. બે
અબજ ચાલીશ કરોડ રૂપિયા છે. એને બાઈને (પત્નીને) હેમરેજ થ્યું ને આવી’ તી ન્યાં, ત્યાં બે-
ચાર દિ’ થ્યા ને મને કંઈક દુઃખે છે, દાકતર બોલાવો. દાકતર જ્યાં આવે ત્યાં, જાવ રખડવા
ચારગતિ! આહા... હા! ક્યાં જવું? જેવા ભાવ કર્યા, એ ભવે જઈને અજાણ્યા ક્ષેત્રે, ન્યાં અવતાર
અવતરશે. એના પાછા ચાલીશ લાખના બંગલા પડયા રહ્યા હેઠે. બે અબજને ચાલીશ કરોડ! હમણાં
આવ્યો’ તો છોકરો દર્શન કરવા, મુંરઈ ગ્યાને અમે તો આવ્યો-આવ્યો! આવે! સાંભળવા પણ ક્યાં
બિચારાંને! આ વાત! ક્રિશ્ચિયનને પરણ્યો છે, પૈસા બહુ (ને) એટલે ખ્રિસ્તિને પરણ્યો છે છોકરો
આવ્યો’ તો દર્શન કરવા હમણાં મુંબઈ હતા ને અમે! અરે! બિચારાં ભિખારા! ભિખારાં એટલે?
માગનારા માગણ છે. આહા...હા...હા...હા! દરબારને કહ્યું’તું ને આંહી. ભાવનગર દરબાર આવ્યા’તા.
વ્યાખ્યાનમાં શ્રીકૃષ્ણકુમાર અત્યારે છે ને એના બાપ કૃષ્ણકુમાર ભાવસિંહજીનો દિકરો આવ્યા’તા
વ્યાખ્યાનમાં બે-ત્રણ વાર કીધું. દરબાર! મહિને લાખ માગે નાનો માગણ, પાંચ લાખ માગે ઈ મોટો
માગણ ને કરોડો માગે ઈ માગણનો માગણ છે. આંહી અમારે ક્યાં એની પાસેથી કાંઈ લેવું’ તું કે
ન્યાં રાજી થાય તો પૈસા આપે ઈ, આંહી શું છે! માણસ નરમ હતો, બિચારા કહે છેઃ સાચી વાત
મહારાજ! માગવું (તો એની પાસે માંગવું) કે અંદર ભર્યું પડયું છે અંદર. આહા...! અતીન્દ્રિય
સચ્ચિદાનંદ પ્રભુ! સત્ શાશ્વત ને જ્ઞાન ને આનંદનો ભંડાર છે. અનંત જ્ઞાન ને અનંત અનંત આનંદ
જેનો સ્વભાવ છે, એની આનંદની - અનંતની મર્યાદા શી? આહા...! ઈ તારી નજરું ગઈ નથી ત્યાં,
તેં શ્રદ્ધા કરી નથી. એવો જે ભગવાન આત્મા (એને મૂકીને ‘આ લોવો’ ‘આ લાવો’ બાયડી લાવો,
છોકરાં લાવો. ને છોકરાં ને વહુ લાવો, દીકરીને ઠેકાણે પાડો, છોકરાંને ઠેકાણે પાડો ને ફલાણું ને ઢીકણું,
મરી ગ્યો અનાદિથી (અહંકાર ને મમકારથી). પોતાની સત્તાનો સ્વીકાર ન કરતાં, પરની સત્તાના
સ્વીકારમાં, પરના કાર્ય હું કરું છું, મારે લઈને બધું થાય છે. (એ અહંતે મમથી આનંદલક્ષ્મી ખોઈ
બેઠો.). આહા...હા! આવું છે! ઈ મૂઢતા છે. આહા...હા!