કાયમપણે ગુણ રહીને ઈ પલ્ટી અવસ્થા. ઈ પલટતી અવસ્થા ને ગુણ, ઈ દ્રવ્ય-તત્ત્વ છે. એ પલટતી
અવસ્થા બીજાથી થઈ છે, એ કરમને લઈને પલટતી અવસ્થા થઈ છે એમ નથી. ભારે કામ બાપુ!
આહા...હા...હા! આ લોજિક! ઝીણી વાત છે! આહા...હા!
ઈ પોતે જ - એ કેરીના ગુણ છે ઈ કેરીમાં છે. એ દ્રવ્ય પોતે જ, તેમ કોઈ પણ દ્રવ્ય આત્મા કે
પરમાણુઓ “પૂર્વ અને ઉત્તર” પૂર્વ એટલે પહેલું, ઉત્તર એટલે પછી “ગુણપર્યાયો વડે પોતાની
હયાતી અનુભવતું.” પોતાની સત્તાને અનુભવતું, પૂર્વપર્યાય વ્યય થઈ, નવી પર્યાય (ઉત્પન્ન) થઈ,
એ સત્તાને અનુભવતું (એટલે) સત્તા એ પોતાની સ્થિતિ છે. અનુભવતું અર્થાત્ હોય છે. અનુભવતું
જડને પણ અનુભવતું છે એમ કીધું અહીંયાં તો. આહા. હા. હા. આહા... હા! જાણવું-દેખવું એમાં
નથી, આ તો (શરીર) તો માટી. પણ એમાં એનો ઉત્પાદ-વ્યય જે થાય છે, તે તેના પર્યાયને
અનુભવે છે ઈ પરમાણુ! એની પર્યાયને (પરમાણુ) અનુભવે છે એમ કહે છે. આહા... હા! બીજી
રીતે કહીએ, તો શરીરમાં જે તાવ આવે છે, તાવ જે પરમાણુમાં અંદર શક્તિ છે, વર્ણ-ગંધ-રસ-
સ્પર્શની એનું ઈ (તાવ) પરિણમન છે. પરમાણુમાં એક સ્પર્શ નામનો ગુણ છે, પરમાણુ છે ઈ અસ્તિ
તત્ત્વ છે. છેછેછે એમાં એક સ્પર્શ નામની શક્તિ-ગુણ છે, સ્પર્શ, સ્પર્શ (ગુણ) એની ઠંડી
અવસ્થામાંથી ગરમ થાય છે, પહેલી ઠંડી હતીને પછી ગરમ થઈ, એ ગરમ થતાં ને ઠંડી જતાં, ગુણો
ને ઈ પર્યાયો થઈને બધું દ્રવ્ય જ છે. એ પરને લઈને થ્યું છે. (ગરમ-ઠંડું) અને પરને લઈને (દવાને,
દાકતરથી) મટે છે. (એમ નથી.) તો બધા દવાખાના બંધ કરવા પડે! અહા... હા... હા... હા... હા!
બાપુ! પ્રભુ! એ તો એની ચીજ એને કારણે થાય છે. તું મફતનો અભિમાન કરતો હો તો મારાથી
થાય છે, એ કાઢી નાખવાનું છે! સમજાણું કાંઈ? આહા...!
મારાથી હાલે છે આ. એમ આ દુકાનને થડે બેઠો ને કંઈક પાંચ-પચીસ હજાર મળતા હોય ને, મારાથી
આ મળે છે હું હતો ને માટે વ્યવસ્થા બધી કરું છું બરાબર, નોકરો-નોકરોથી વ્યવસ્થા બરાબર હાલતી
નથી તે હું થડે બેસુંતો... એ વ્યવસ્થા કરું. એ હિમંતભાઈ! તમે બેસો ને નોકર બેસે તો શું ફેર ન
પડે? (શ્રોતાઃ) ફેર પડે (ઉત્તરઃ) ફેર પડે? ફેર તો એને લઈને પડે છે. તમે મથો એમાં, ને ફેર પડે
છે એમ નથી. એમ કહે છે. ઝીણી વાત છે બાપુ! ધરમ સમજવો બહુ! અનંત-અનંત કાળ થ્યા
પરિભ્રમણ કરતાં, એ દુઃખી છે, દુઃખી છે. અંદર અતીન્દ્રિય આનંદ ભર્યો છે. આહા...! પણ એનાથી
વિપરીત માન્યતામાં, વિપરીત શ્રદ્ધામાં, વિપરીત (અભિપ્રાયમાં). અસ્તિત્વ જેનું સ્વતંત્ર છે તેમ ન
માનતાં મારે લઈને એમાં (કાર્ય) થાય ને એને લઈને મારામાં થાય, એવી મિથ્યાશ્રદ્ધાથી દુઃખી છે ઈ.
ભલે ક્રોડોપતિ-અબજોપતિ હો! બિચારાં ભિખારાં