Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 353 of 540
PDF/HTML Page 362 of 549

 

background image
ગાથા – ૧૦૪ પ્રવચનસાર પ્રવચનો ૩પ૩
પલટતી એની પર્યાય છે. ઈ પર્યાય એટલે અવસ્થા. (ઈ) અવસ્થા ને ગુણ થઈને (આત્મા) દ્રવ્ય છે.
પરને લઈને ઈ દ્રવ્ય છે એમ નથી. આહા... હા... હા! સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં હવે?
ભાષા તો સાદી છે. માલ (ભાવ) તો જે હોય તે હોય ને...!
(કહે છે) (જેમ) ક્રોડ રૂપિયાનો (માલ હોય) હિસાબ કરવા માટે કહે, તો (કિંમત) ચાર
આના કહે. ઈ સહેલું કહેવાય? આહા... ક્રોડના (માલને) ક્રોડપણે સમજે (એની કિંમત) તો સમજાયું
કહેવાય. એમ વસ્તુની સ્થિતિ, જે રીતે છે તે રીતે જ સમજવું તે ભાવ (કિંમત) છે. સહેલું કરીને -
ઊંધું કરીને સમજવું (ઊંધાઈ છે.) આહા... હા! અરે! અનંતકાળ થ્યા, ચોરાથી લાખ, અવતાર કરતાં
- કરતાં - કરતાં, પોતે આત્મા તો નિત્ય છે. કયા ભવે નથી? બધા ભવમાં ભમતાં-ભમતાં-ભમતાં,
ભૂતકાળ માં ભવ.. ભવ.. ભવ.. ભવ.. ભવ.. ક્યાંય આદિ નથી. એવા અનંત ભવ કર્યાં છે,
કાગડાના, કૂતરાના આહા...! આહા... હા!
(કહે છે કેઃ) વસ્તુ પોતે નિત્ય છે ને પર્યાય પલટે છે. વસ્તુ નિત્ય છે, તેની શક્તિઓ નિત્ય છે
અને અવસ્થા તેની પલટે છે, ઈ તો છ એ દ્રવ્યનું સ્વરૂપ છે. છ દ્રવ્ય છે ઈ લાંબી વાત પડે તમને
(એટલે વિસ્તાર કરતા નથી). અત્યારે આપણે આત્મા ને પરમાણુ બે ને જ લઈએ છીએ. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.” શું કીધું ઈ? કેરીની લીલીની પીળી
અવસ્થા થાય, પણ પરમાણુ તો ઈ ના ઈ જ છે. દ્રવ્ય બીજું, નથી થ્યું. એમ આ શરીરમાં બિલકુલ
તાવ ન હતો. અને એમાં તાવની પર્યાય થાય, એથી તે દ્રવ્ય બીજું થઈ ગ્યું એમ નથી. (પરમાણુ
શરીરના છે તેની) એ પૂર્વની ઠંડી પર્યાયનો વ્યય થઈ, ઊની પર્યાયનો ઉત્પાદ થઈ, અને દ્રવ્યપણે-
વસ્તુપણે કાયમ રહે છે. આહા... હા... હા! આવી ચીજ છે! કો’ પટેલ? આવો મારગ છે! આહા..
હા! ગમે તેટલી ભાષા સાદી કરે પણ એની મર્યાદામાં તે આવેને...! આહા...!
અહા... હા! આ જગતમાં જે દેખાય છે. ઈ છે ઈ દેખાય છે ને...? એક વાત. અને દેખનારો છે
એ દેખે છે ને...? બે વાત. શું કીધું? લોજિકથી, કંઈ ન્યાયથી સમજવું પડશે ને... (એને) કે જે આ
દેખાય છે ચીજો આ. તે છે કે નહીં? અસ્તિ છે કે નહીં? એની સત્તા છે કે નહીં? ઈ મૌજુદગી ચીજ છે
કે નહીં? કે આકાશના ફૂલની પેઠે છે? ‘આકાશના ફૂલ’ ન હોય. આ તો અસ્તિ છે. ઈ બધું અસ્તિ છે
અને એનો જાણનારો આ છે. એને ખબર નથી એની (કે અમે આ પ્રમાણે છીએ.) આને (શરીરને)
ખબર નથી એની આ તો જડ છે માટી! ભાષા જડ છે એની એને ખબર નથી, શરીર જડ છે એને
ખબર નથી (કે) હું જડ છું આહા...! જાણનાર એવો આત્મા, એ પણ ‘છે’ ને જણાય એવી ચીજ પણ
છે. આહા... હા! બે ય ચીજની અંદર જાણનારો આત્મા એક (છે.) એવા અનંત આત્માઓ છે. આહા...
હા! જણાય એવા પદાર્થો અનંત, એ અનંત તત્ત્વો છે. ઈ અનંત તત્ત્વોને જાણનારો આત્મા. એની એક
સમયમાં પર્યાય એટલે અવસ્થા જાણવાની થાય. પહેલી (પર્યાય) થોડાને