Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 359 of 540
PDF/HTML Page 368 of 549

 

background image
ગાથા – ૧૦૪ પ્રવચનસાર પ્રવચનો ૩પ૯
આત્મા, તેનામાં જે કાયમના ગુણો છે - જાણવું - દેખવું - આનંદ એની વર્તમાન પર્યાય કોઈની
વિકારી ને કોઈની અવિકારી થાય, એ પર્યાય ને ગુણ તે જ આત્મા છે. એવું આત્માનું અસ્તિત્વ,
એના ગુણ-પર્યાયના અસ્તિત્વમાં છે. એનું અસ્તિત્વ સત્તા, એ અસ્તિત્વ છોડીને પરની સત્તાના
અસ્તિત્વમાં છે એમ કદી નથી. આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “વળી જેમ પીતભાવે ઊપજતું, કેરી હરિતભાવથી નષ્ટ થતું અને
આમ્રફળપણે ટકતું હોવાથી.” આહા...! આમ્રફળ ટકે છે ને...! “આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય છે.
આમાં શુ કહેવું છે? કે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય અમે સિદ્ધ કરી ગયા છીએ. પણ
આમાં ગુણ-પર્યાય છે ઈ દ્રવ્ય છે ઈ સિદ્ધ કરવું છે. ઉત્પાદ-વ્યય-ને ધ્રૌવ્ય એક સમયમાં ઊપજે, વ્યય
થાય ને ધ્રૌવ્યપણે રહે ઈ સાબિત કરી ગ્યા છીએ. પણ આ તો ગુણપર્યાય તે દ્રવ્ય સિદ્ધ કરવું છે.
આહા... હા! ઓલા ત્રણ બોલ હતા (ઉત્પાદ-વ્યય-ને ધ્રૌવ્ય) આ બે બોલ છે (ગુણ ને પર્યાય).
નવી અવસ્થા ઊપજે, પૂર્વની અવસ્થા જાય ને વસ્તુ તરીકે સદ્રશ-કાયમ રહે. ઈ ત્રણ થઈને દ્રવ્ય
કીધું’ તું. અહીંયાં ગુણ, પર્યાય બે થઈને દ્રવ્ય કહે છે. આહા... હા! આ તો કોલેજ જુદી જાતની છે
ભઈ! દુનિયાની બધી ખબર નથી? દુનિયાના દશ-દશ હજાર માઈલ ફર્યા છીએ આખી હિન્દુસ્તાનના
ત્રણ વાર. દશ-દશ હજાર માઈલ! બધા સમજવા જેવા છે!! આ...હા...હા...હા! આ તત્ત્વ જે અંદર છે.
એમાં એની જે અવસ્થા થાય છે - દશાઓ, આ બધી જાણવાની-દેખવાની-માનવાની, અરે, રાગની!
એ બધી દશા ને ગુણ એ તત્ત્વ છે. એનું ઈ અસ્તિત્વ છે. ઈ અસ્તિત્વ (માં) પરને લઈને વિકાર
થાય, પરને લઈને ગુણ ટકે, પરને લઈને આ દ્રવ્ય રહે એમ નથી. સમજાણું કાંઈ? આહા... હા!
આવો ઉપદેશ કઈ જાતનો? ઓલું તો આમ કરો! સેવા કરો! દવા અપો! ફલાણું (સેવાનું કામ)
કરો! આહા... હા! ભૂખ્યાને અનાજ અપો! તરસ્યાને પાણી આપો! ખાલી જગ્યામાં ઓટલા (ઉતારા)
બનાવો, બધા આરામ કરે! આરે... અહાહાહાહા! ભગવાન! સાંભળને પ્રભુ! તું કર, કર એમ કહે છે
તંઈ સામી ચીજ એ છે કે નહીં? સામી કોઈ ચીજ છે એને તું કરવા માગે છે નહીં? સામી ચીજ છે
તો ઈ ચીજ એના ગુણ ને શક્તિ વિનાની છે કે ગુણ ને શક્તિવાળી છે? અને ગુણને શક્તિવાળી એ
ચીજ હોય તો એનું પરિણમન એનાથી થાય છે કે તારાથી થાય છે? આહા... હા! લોજિકથી છે વાત
ન્યાયથી (સિદ્ધ થયેલી છે.) પણ ઈ સમજવું જોઈએ એમાં (આળસ ન ચાલે!)
(અહીંયાં કહે છે કેઃ) “આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય છે, તેમ ઉત્તર
અવસ્થાએ અવસ્થિત ગુણે ઊપજતું” જોયું? ગુણ-પર્યાય થઈને (દ્રવ્ય-સિદ્ધ) કરવા છે ને? ઉત્તર
અવસ્થાએ (એટલે) પછીની પર્યાય ગુણે ઊપજતું “પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણથી નષ્ટ થતું”
ગુણ તો અવસ્થિત છે.
“અનેદ્રવ્યત્વગુણે ટકતું હોવાથી” આહા... હા... હા! વસ્તુપણે ટકતું હોવાથી
“દ્રવ્ય એકદ્રવ્યપર્યાય દ્વારા ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય છે.” લ્યો! આહા... હા! મૂળ માથે (મથાળે) તો એમ
કહ્યું. ગુણપર્યાય ઈ એકદ્રવ્યપર્યાયો છે. પહેલું.