(ધ્રૌવ્યમાં) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તે ગુણ-પર્યાય છે. ઉત્પાદવ્યયધ્રૌવ્ય દ્રવ્ય છે અમે ગુણ-પર્યાય (પણ)
દ્રવ્ય છે એમ. આહા... હા! “દ્રવ્ય એક દ્રવ્યપર્યાય દ્વારા ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે.”
પરમાણુ, ભેગાં થાય તેની ઈ પર્યાયને સમાનજાતીય દ્રવ્યપર્યાય - અવસ્થા કહેવામાં આવે છે. અને
આત્મા શરીર બેય ને (એકસાથે દેખવાથી) અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આ જાત
જુદી (આત્માની) આની જાત જુદી (પરમાણુની) એને અસમાનજાતીય (દ્રવ્ય) પર્યાય કહેવામાં આવે
છે. આહા... હા! આ ભાષા કઈ જાતની... ને આહા...! છે ને? (પાઠમાં)
સમજાણું? આહા... હા! ઓલામાં ત્રણ બોલ હતા - ઉત્પાદ - વ્યયને ધ્રૌવ્ય. ઉત્પાદ (એટલે) નવી-
નવી અવસ્થા થાય છે દરેક પદાર્થમાં તે. (વ્યય એટલે) પુરાણી અવસ્થા બદલે છે અને (ધ્રૌવ્ય
એટલે) રહે છે - ટકે છે. એ ત્રણે થઈને તત્ત્વ છે. અહીંયાં ગુણ-પર્યાયને લીધું. ગુણો તત્ત્વમાં-દ્રવ્યમાં
કાયમ રહેનારા, અને એની પરિણતિ જે થાય બદલીને ઈ પર્યાયને ગુણ, દ્રવ્ય છે. પહેલું ઉત્પાદ-વ્યય
ને ધ્રૌવ્ય તે દ્રવ્ય કીધું’ તું. અહીંયાં ગુણ ને પર્યાયને દ્રવ્ય કીધું છે. બે માં કાંઈ ફેર નથી. “આ
ગાથામાં ગુણપર્યાય દ્વારા (એકદ્રવ્યપર્યાય દ્વારા) દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય બતાવ્યાં છે.” લ્યો!
પહેલાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય (દ્રવ્ય) બતાવ્યું આમાં ગુણ-પર્યાય (દ્રવ્ય) બતાવ્યું. આહા... હા!