અન્યપણું છે. અતદ્ભાવ તરીકે પૃથકપણું નહીં આહા... હા! આવું હોય? યાદ કોને? રસ (કોને
હોય?) આવશે. (અતદભાવની ચોખવટ) (હવેની) ગાથામાં કહેશે, તે અર્થો અહીં લાગુ ન પાડવા.
પછીના અર્થમાં આવશે કેઃ ‘સત્તા’ અન્ય છે. ‘દ્રવ્ય’ અન્ય છે. (પરંતુ) પૃથકપણું નથી. પણ જે ભાવ
‘ગુણીનો’ છે તે ભાવ ‘ગુણનો’ નથી. (અથવા) ગુણીનો જે ‘ભાવ’ છે તે ‘ભાવ’ ગુણનો નથી.
એથી તે અપેક્ષાએ સત્તા ને (સત્ને) અન્યત્વ એટલે અનેરા-અનેરા (કહીને) ત્યાં (કહીને) ત્યાં
(બંને) અનેરા છે (એમ) કહેશે. અહીંયાં અન્યત્વ કહે છે ત્યાં ભિન્ન કહેશે. આહા... હા... હા! આવું
છે! વીતરાગ મારગ!! (બધાથી નિરાળો છે.) લોકોને સાંભળવા મળ્યો નથી બિચારાંને! અને એમને
એમ જિંદગી વઈ જાય, થઈ રહ્યું! આહા... હા!
નો છે તેભાવ ‘ગુણ’ નો નહીં. (એટલે) જે ભાવ ‘ગુણનો’ છે એ ભાવ ‘દ્રવ્ય’ નો નહીં. તેથી એ
બે વચ્ચે ‘અતદ્ભાવ’ ને લીધે ‘અન્યપણું’ પણ કહી શકાય છે. આહા...હા...હા!
અપૃથકપણું છે ઈ જુદા નથી. અનન્યપણું છે, અનેરાપણું નથી. અનન્ય એટલે એકમેક છે.
“અપૃથકપણા વડે અનન્યપણું છે.” આહા... હા! (ગાથા-૧૦પ) અહીંયાં આટલા સુધી સિદ્ધ કર્યું.
હવે (વાત આવશે ગાથા એકસો) છઠ્ઠીની.