Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 366 of 540
PDF/HTML Page 375 of 549

 

background image
ગાથા – ૧૦પ પ્રવચનસાર પ્રવચનો ૩૬૬
(કહે છે) અહીંયાં પણ આત્મા ચૈતન્યસ્વરૂપ છે, એવા સાધ્ય વિનાના જીવને પણ અસાધ્ય જ
કહેવાય છે. શું કીધું? આ ભગવાન આત્મા અંદર છે અનંતગુણનો પિંડ પ્રભુ! તેનું જેને સાધ્ય નથી.
જેને એ સિદ્ધિની ખબર નથી, એ બધા અસાધ્ય (અભાન) છે. આહા... હા.! એને અસાધ્યનો રોગ
લાગુ પડયો છે આહા...! કેટલા કાળથી (એ અસાધ્યરોગ) છે? કે તે તો અનંતકાળથી છે. આહા...
હા! (શ્રોતાઃ) હવે વીતરાગને સાંભળવા આવ્યાને...! (ઉત્તરઃ) એ તો હવે, ટાઈમ આવી ગ્યો હવે!
આહા... હા! શરીરના પરમાણુ- અસ્તિત્વ, પરમાણુનું અસ્તિત્વ આત્માથી જુદું છે અને પરમાણુમાં
અસ્તિત્વ ન હોય, પરમાણુ ટકી શકે નહીં. (પરમાણુ) દ્રવ્ય જ સિદ્ધ થાય નહીં. પણ પરમાણુ,
પોતાથી-સત્તાથી હોય, એના સત્તા નામના ગુણથી પોતે હોય, તો્ર દ્રવ્ય (પરમાણુ) સિદ્ધ થાય.
ધ્રૌવ્યપણું સિદ્ધ થાય. પોતાથી ધ્રૌવ્યપણું સિદ્ધ થાય. આહા... હા... હા!
આ ઉપદેશ મળે નહીં (બીજે ક્યાં’ ય). (આ તો) બહારમાં સામાયિક કરો ને... પોષા
કરોને.. પડિકકમણ કરો. મરી ગ્યાં એમ કરીને! આહા.. હા! ભગવાન આત્મા, ‘છે’ ઈ પોતે સત્તા
નામના ગુણને લઈને ‘છે’ એકલાથી હોય તો સત્તા વિનાનો અસત્ થઈ જાય. ‘નથી દ્રવ્ય’ એમ થઈ
જાય. આહા... હા... હા! ન્યાય સમજાય છે? ‘આત્મા છે’ પરમાણુ છે’ એ ‘છે’ એમાં દ્રવ્યમાં સત્તા
જો ન હોય, તો ‘દ્રવ્ય છે’ એવું ટકવું જ ત્યાં રહે નહીં. ન રહે તો દ્રવ્યોનો જ અભાવ થાય. આહા...
હા!
“માટે દ્રવ્ય પોતે જ સત્ત્વ (સત્તા) છે.” જોયું? દ્રવ્ય પોતે જ સત્તા છે. એમ સ્વીકારવું, કારણ કે
ભાવ અને ભાવવાનનું અપૃથકપણા વડે અન્યપણું છે.” ૧૦પ બીજું આવશે જુદું હો? આ અપેક્ષાથી
બીજી અપેક્ષા જુદી આવશે. અત્યારે તો અહીંયાં એટલું જ સિદ્ધ કરવું છે કે સત્તાવાન ને સત્તાનો
ધરનાર દ્રવ્ય, ભાવવાન “અપૃથક પણા વડે અન્યપણું છે.” (બંને) જુદા નથી એથી અનેરાપણું નથી.
અનન્યપણું છે. સત્તાને દ્રવ્યને અનન્યપણું છે, અનન્યપણું નથી. (અર્થાત્) અનન્યપણું છે અન્યપણું
નથી. આહા... હા! હેઠે કહયું છે (ફૂટનોટમાં-૪) સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત રાખે.
જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે-ટકે, તો પછી સતાનું પ્રયોજન જ રહેતું નથી અર્થાત્
સત્તાના અભાવનો પ્રસંગ આવે છે.
(કહે છે કે) હવે નીચે (ફૂટનોટમાં) ભાવવાન= ભાવવાળું (દ્રવ્ય ભાવવાળું છે) અને સત્તા
તેનો ભાવ છે. તેનો અપૃથક છે (-પૃથક નથી) તે અપેક્ષાએ અનન્ય છે (-અન્ય નથી.) પૃથકત્વ
અને અન્યત્વનો ભેદ જે અપેક્ષાએ છે તે અપેક્ષા લઈને તેમના ખાસ (જુદા) અર્થો હવેની ગાથામાં
કહેશે, તે અર્થો અહીં લાગુ ન પાડવા.
પાછુ આમ જે કહે છે કે અપૃથક છે એ પાછું ત્યાં ગુણભેદ કહીને એ ત્યાં પૃથક સિદ્ધ કરશે.
પૃથક એટલે અતદ્-અતદ્ભાવ, અન્ય છે એમ સિદ્ધ કરશે. પૃથક તત્ત્વ -ભિન્ન છે, એમ સિદ્ધ કરશે.
(એટલે) સત્તા ને આત્મા વચ્ચે અન્યપણું છે. અનન્ય નથી. આહા... હા! કેમ કે દ્રવ્ય છે એનું નામ