સત્તાને આત્મા (બેય) જુદા છે. એક અપેક્ષાએ એમ કીધું હો અત્યારે. પછી બીજી અપેક્ષા આવશે.
હજી. આહા... હા! આવું ક્યાં? માણસને નવરાશ છે? હેં? હીરા-માણેકના ધંધા આડે! લાખો રૂપિયા
પેદા થાય (ઈ) ન્યાં બહારે ય દેખાય. લોકો માને કે આહા...! પૈસાવાળા છે! આહા...! પૈસા..વાળા
કોને કહેવા? અહીંયાં તો સત્તાવાળું દ્રવ્ય છે. આહા... હા... હા! એટલું જ સિદ્ધ કરવું છે. બાકી તો
સત્તાને દ્રવ્ય, (બંનેને) પ્રદેશ ભેદ નથી. અને સંજ્ઞાભેદે ભેદ તે અન્યત્વ ભેદ છે. આહા.. હા!
પ્રયોજન છે. એ સત્તા પોતાથી જ હોય, તે બરાબર વ્યાજબી દેખાય. એમ કહે છે. લોજિક! ન્યાય
ઝીણા બહુ!! સાધારણ બુદ્ધિમાં તો (કે) આ સમજમાં ન આવે, પત્તો શું અંદર છે? આત્મા’ છે’ પણ
કહે છે કે આત્મામાં સત્તાના અભાવે અસત્ થઈ જશે. આહા...હા! અને, સત્તાથી જો દ્રવ્ય હશે, તો તે
સત્તાથી ટકતું દ્રવ્યપણું, તેને લઈને, પોતાને લઈને ધ્રૌવ્યપણું રહેશે. અને તેથી સત્તાપણું, સ્વરૂપ એનું
છે તેથી તે દ્રવ્ય, એમ ન હોય તો, તેનું હોવાપણું, પદાર્થનું- દ્રવ્યનું હોવાપણું સાબિત થશે. નહીંતર
પદાર્થનું સાબિતપણું નહીં થાય. આહા...હા..!
અહીંયાં (એમ) સ્વીકારવું એમ કહે છે. પરને લઈને નથી. , તેમ સત્તા નામનો ગુણ, એનાથી
ધ્રૌવ્યનું-ટકવું થાય છે. એથી દ્રવ્યની પ્રસિદ્ધિ થાય છે. તેથી દ્રવ્ય પોતાથી ‘સત્’ છે. એમ સાબિત થાય
છે. આહા... હા!
તો-મોહનગરી! આખો દિ’ ધમાલ (ધમાલ) આહા.. હા!
જુઓ આવ્યા છે (સમાચાર) એમને એમ છે, બે શુદ્ધ છે આહા.. હા! આમને આમ પડયો છે (દેહ)
શરીર મોળું પડતું જાય છે!!