Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 364 of 540
PDF/HTML Page 373 of 549

 

background image
ગાથા – ૧૦પ પ્રવચનસાર પ્રવચનો ૩૬૪
પ્રયોજન છે.” એટલું જ માત્ર તે સત્તાનું આયોજન હતું. કારણ કે (તે) દ્રવ્ય ટકી રહે. દ્રવ્ય
ટકી રહે એ સત્તાનું પ્રયોજન હતું. આહા... હા... હા!
(કહે છે) ભગવાન આત્મા કે પરમાણુ (એમ આ વિશ્વમાં) છ દ્રવ્ય છે. એનું (સત્તાનું)
પ્રયોજન એટલું હતું કે (છ એ દ્રવ્યો) ટકી રહે. (જો) સત્તાગુણ ન હોય તો દ્રવ્યો ટકી રહે એવું રહેતું
નથી. સત્તાથી તદ્ન ભિન્ન દ્રવ્ય હોય, (એટલે) દ્રવ્યમાં સત્તા (ગુણ) ન હોય, તો તે સત્તા વિના દ્રવ્ય
જ રહેતું નથી. આહા.. હા... હા! (શ્રોતાઃ) આનું શું કામ છે? આટલું બધું સમજવાનું શું કામ છે?
(ઉત્તરઃ) કામ છે. ઈ વસ્તુસ્થિતિ આવી છે. ‘છે’ ગુણ અને ગુણી. ગુણ અને ગુણી (બન્નેને)
અતદ્ભાવ કહેશે. એક ન્યાયે. અહીંયાં તો તે અતદ્ભાવે (હોવા) છતાં અનન્ય છે. એમ અહીંયાં સિદ્ધ
કરવું છે. આહા... હા!
(શું કહે છે કેઃ) જે વસ્તુ છે ને તે સત્તા છે ને ‘છે’ ‘છે’ ઈ છે તેને લઈને (સત્તાગુણને
લઈને) તે દ્રવ્ય ટકી રહ્યું છે. પણ ઈ સત્તા જ ન હોય એમાં, તો તે ટકવું જ એમાં રહી શહે નહીં.
આહા... હા! (પરંતુ) “જો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ હોય.” વસ્તુ પોતાથી જ છે. સત્ છે. સચ્ચિદાનંદ
પ્રભુ! પોતાથી સત્ છે આત્મા (અને બાકીના દ્રવ્યો) આહા.. હા! તો - (૧) ધ્રૌવ્યના સદ્ભાવને
લીધે પોતે ટકતું થકું.”
પોતાથી જ સત્તાવાળું સત્ છે. તેથી ધ્રૌવ્યના સદ્ભાવને લીધે, પોતે ટકતું થકું,
સત્તા પોતાની છે, પોતાની સત્તાથી પોતામાં હોવું (હયાત રહેવું) તેથી તે ધ્રૌવ્યપણે ટકતું થકું.
(શ્રોતાને ઉદે્ેશીને) આ વાંચી તો ગ્યા હશે, કે? વાંચ્યું’ તું ને તમે? અહા.. હા.. હા! ‘એટલું જ
માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તાને ઉદિત કરે છે (અર્થાત્ સિદ્ધ કરે છે)
તેથી દ્રવ્ય સિદ્ધ થાય છે. શું
કીધું? કે આ તત્ત્વ છે ઈ સ્વરૂપથી જ ન હોય, પોતાના સ્વરૂપથી જ સત્ હોય, તો તો પોતે
પોતાનાથી ધ્રૌવ્ય રહે. બીજા-બીજા રાખે તો રહે (પણ) સત્તા તો એનો ગુણ છે. (સત્) ને
સતાસહિત છે. હોવાપણાસહિત છે. અસ્તિત્વગુણ સહિત છે. એવી અસ્તિત્વગુણને લઈને, એનું
ધ્રૌવ્યપણું ટકી રહે છે. અને અસ્તિત્વગુણ જો ભિન્ન છે અને આત્માને (છએ) દ્રવ્ય (અસ્તિત્વગુણથી)
ભિન્ન છે તો તો અસ્તિત્વગુણ વિના આત્માનો (છએ દ્રવ્યોનો) અભાવ થઈ જાય છે. સત્તા, સત્તા
એકેય નથી (રહેતી) અસત્તા થઈ જાય છે. આહા... હા! (ભાઈ) આ જ તો આવ્યા!! ૯૩ ગાથાથી
ઝીણું હાલે છે આ. આહા... ‘જ્ઞેય અધિકાર’ છે. જ્ઞેય-ભગવાને જોયાં (છ એ દ્રવ્યો જ્ઞેય) આવું
સ્વરૂપ છે. એની મર્યાદા કેટલી? કેમ છે? તે જણાવે છે. મર્યાદાથી વિપરીત, અધિક કે ઓછું કે
વિપરીત-એ શ્રદ્ધા વિપરીત છે. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) (૧) ધ્રૌવ્યના સદ્ભાવને લીધે પોતે ટકતું થકું, દ્રવ્ય ઉદિત થાય છે
(અર્થાત્ સિદ્ધ થાય છે” એટલે વસ્તુ સત્તાગુણથી ‘છે’ . એટલે (કે) દ્રવ્ય પોતે જ સિદ્ધ થાય છે
એટલે ‘છે’. જો (વસ્તુમાં) સત્તાગુણ ન હોય તો દ્રવ્ય સિદ્ધ થતું નથી.’ સમજાણું કાંઈ