હોય, સત્તા સ્વરૂપ ન હોય, હોવાપણાના ગુણવાળું ન હોય, તો તે અસત્ હોય. તો તે ધ્રૌવ્યના
અસંભવને લીધે, કાયમ રહેવું એના અસંભવને લીધે, પોતે નહિ ટકતું થકું, દ્રવ્ય જ પોતે ટકતું નથી.
(તેથી) “દ્રવ્ય જ અસ્ત થાય” છે. વસ્તુ નાશ પામી જાય છે. સમજાય છે કાંઈ? બધો ન્યાયનો
વિષય છે! આ ‘પ્રવચનસાર’.
આહા... હા! હા! “દ્રવ્ય જ અસ્ત થાય.” છે’ એવું જો દ્રવ્ય પોતાથી છે એમ ન હોય, તો તે દ્રવ્યનો
નાશ થાય. આહા... હા... હા! “જો સત્તાથી પૃથક હોય.” વસ્તુ જે છે ભગવાન આત્મા કે પરમાણુ
(વગેરે) એની સત્તા નામના ગુણથી જો તે (સત્) જુદું હોય.
હોય તો, સત્તા સિવાય પણ પોતાથી ટકતું (-હયાત રહેતું) થકું,
જ માત્ર જેનું પ્રયોજન છે.” સત્તાનું પ્રયોજન એ છે કે દ્રવ્ય પોતે પોતાથી છે. જો ઈ સત્તાને ન માને, તો
દ્રવ્ય નો જ અભાવ થઈ જાય. અસ્તિત્વ ન રહે ‘છે’ ઈ છે સત્તાથી છે. સત્તાની ના પાડે તો વસ્તુ અસ્ત
થઈ જાય. આહા.. હા! સમજાય છે!
થાય. ‘સત્તા’ છે તો આત્મા-દ્રવ્ય છે. એમ જો સત્તા ન માને. અથવા (સત્તાને સત્થી) ભિન્ન માને
તો (દ્રવ્યનું) હોવાપણું જ નકાર થઈ જાય. દ્રવ્યના હોવાપણાની (જ) નાસ્તિ થઈ જાય. આહા... હા...
હા!
સત્ છે. પરમાણુ (એ) પરમાણુ પોતાથી સત્ છે. આહા... હા! તો
(અર્થાત્ સિદ્ધ થાય છે.) ” કહે છે (તેથી) દ્રવ્યની સિદ્ધિ થાય છે. આહા... હા! આવું છે. વાણિયાને
વેપાર સિવાય હવે આવી વાતું (સમજવી) બીજી જાતની છે આ બધી! અહીંયાં સત્તાગુણ, અસ્તિત્વ
ગુણ, સત્તાગુણ, (એ જા અસ્તિત્વ, એ આત્મા (ને સત્તાગુણ) બે અભેદ છે. જો એમ ન હોય તો
અસ્તિત્વ વિના, સત્તાના ગુણ વિના દ્રવ્ય જ, તેનો અભાવ થઈ જાય. આહા... હા... હા!
સમજાણું? “સત્તાથી પૃથક રહીને પોતે ટકતું (હયાત રહેતું) થકું એટલું જ માત્ર જેનું