‘સત્’ છે તે સત્તા ગુણથી જુદું નથી. આ પરમાણુ ય સત્ છે, આત્મા ય સત્ છે. તો જે સત્ છે તે
સત્તા નામના ગુણથી તે સત્ જુદું નથી. આહા... હા! જરી ઝીણો વિષય છે. લોજિકથી સિદ્ધ કરે છે.
હવે સત્તા-વસ્તુ છે એમાં સત્તા નામનો ગુણ છે. ‘છે’ એવી સત્તા નામનો ગુણ છે. (એ ગુણ) ન
હોય તો વસ્તુ જ ન હોય. આત્મા, પરમાણુ આદિ (છ દ્રવ્યો) એમાં સત્તા નામનો ગુણ છે. એ સત્તા
ને દ્રવ્ય અર્થાંતરો, ભિન્નપદાર્થો નથી. સત્તા ભિન્ન છે ને દ્રવ્ય ભિન્ન છે એમ નથી. સત્તા ગુણ છે દ્રવ્ય
ગુણી છે. છતાં તે ભિન્ન નથી. (ભિન્ન) નહિ હોવા વિષે (આ ગાથામાં) યુક્તિ રજૂ કરે છે.
हवदि पुणो अण्णं वा तम्हा दव्वं सयं सत्ता ।। १०५।।
વો ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે. ૧૦પ.
સ્વરૂપથી જ જો હયાતી ધરાવતી ન હોય, એના સ્વરૂપથી જ સત્તા ન હોય, નિજ સ્વરૂપથી જ એમાં
સત્ત્વ ન હોય, આહા...! “તો બીજી ગતિ એ થાય કે” શું કીધું ઈ? સમજાણું? વસ્તુ જે છે આત્મા,
આ પરમાણુ, એમાં જો દ્રવ્ય સ્વરૂપથી સત્તા ન હોય, પોતાથી જ સત્તાપણે-હોવાપણે ન હોય-હયાત
રહે-ટકે (અર્થ આપ્યો છે) અંદર (નીચે ફૂટનોટમાં) (કે સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત
રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે-ટકે, તો પછી સતાનું પ્રયોજન જ રહેતું નથી,
અર્થાત્ સત્તાના અભાવનો પ્રસંગ આવે છે) (જો એમ હોય) તો બીજી ગતિ શી થાય? કેઃ
આહા... હા... હા!