Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 369 of 540
PDF/HTML Page 378 of 549

 

background image
ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૬૯
બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો શુક્લત્વગુણ નથી, તેથી તેમને તદ્ભાવનો અભાવ છે;
તેવી રીતે
કોઈના આશ્રયે રહેતી, નિર્ગુણ, એક ગુણની બનેલી, વિશેષણ, વિધાયક (રચનારી)
અને વૃત્તિસ્વરૂપ એવી જે સત્તા છે તે કોઈના આશ્રય વિના રહેતું, ગુણવાળું, અનેક ગુણોનું બનેલું,
વિશેષ્ય, વિધીયમાન (-રચાનારું) અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય નથી, તથા જે કોઈના આશ્રય
વિના રહેતું, ગુણવાળું, અનેકગુણોનું બનેલું, વિશેષ્ય વિધીયમાન અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય છે તે
કોઈના આશ્રયે રહેતી, નિર્ગુણ, એકગુણની બનેલી, વિશેષણ, વિધાયક અને વૃત્તિસ્વરૂપ એવી સત્તા
નથી, તેથી તેમને તદ્ભાવનો અભાવ છે. આમ હોવાથી જ જો કે સત્તા અને દ્રવ્યને કથંચિત્
અનર્થાંતરપણું (-અભિન્નપદાર્થપણું, અનન્યપદાર્થપણું) છે તો પણ, તેમને સર્વથા એકત્વ હશે એમ
શંકા ન કરવી; કારણ કે તદ્ભાવ એકત્વનું લક્ષણ છે. જે ‘તે’ -પણે જણાતું નથી તે (સર્વથા) એક
કેમ હોય? નથી જ; પરંતુ ગુણ-ગુણીરૂપ અનેક જ છે એમ અર્થ છે.
ભાવાર્થઃ– ભિન્નપ્રદેશત્વ તે પૃથકપણાનું લક્ષણ છે અને અતદ્ભાવ તે અન્યપણાનું લક્ષણ છે.
દ્રવ્યને અને ગુણને પૃથકપણું નથી છતાં અન્યપણું છે.
પ્રશ્નઃ- જેઓ અપૃથક હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે?
ઉત્તરઃ- વસ્ત્ર અને સફેદપણાની માફક તેમનામાં અન્યપણું હોઈ શકે છે. વસ્ત્રના અને તેના
સફેદપણાના પ્રદેશો જુદા નથી તેથી તેમને પૃથકપણું તો નથી. આમ હોવા છતાં સફેદપણું તો માત્ર
આંખથી જ જણાય છે, જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી, અને વસ્ત્ર તો પાંચે
ઇન્દ્રિયોથી જણાય છે. માટે (કથંચિત્) વસ્ત્ર તે સફેદપણું નથી અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ
ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ, નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું
----------------------------------------------------------------------
૧. સત્તા દ્રવ્યના આશ્રયે રહે છે. દ્રવ્યને કોઈનો આશ્રય નથી. [જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં સત્તા રહેતી નથી (કારણ કે
વાસણ ને અને ઘીને તો પ્રદેશભેદ છે) પરંતુ જેમ કેરીમાં વર્ણ, ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે.]
૨. નિર્ગુણ- ગુણ વિનાની. [સત્તા નિર્ગુણ છે, દ્રવ્ય ગુણવાળું છે જેમ કેરી વર્ણગુણવાળી, ગંધગુણવાળી, સ્પર્શગુણવાળી વગેરે છે, પરંતુ
વર્ણગુણ કાંઈ ગંધગુણવાળો, સ્પર્શગુણવાળો કે અન્ય કોઈ ગુણવાળો નથી. (કારણ કે વર્ણ કાંઈ સૂંઘાતો કે ર્સ્પશાતો નથી); વળી
જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે છે. પરંતુ જ્ઞાનગુણ કાંઈ વીર્યગુણવાળો કે અન્યગુણવાળો નથી; તેમ દ્રવ્ય
અનંતગુણોવાળુ છે પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહીં, જેમ દંડી દંડવાળો છે તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું કારણ કે દંડી અને
દંડને તો પ્રદેશભેદ છે, દ્રવ્ય ને ગુણ તો અભિન્નપ્રદેશી છે.)
]
૩. વિશેષણ= ખાસિયત; લક્ષણ; ભેદકધર્મ.
૪. વિધાયક= વિધાન કરનાર; રચનાર.
પ. વૃત્તિ= વર્તવું તે; હોવું તે; હયાતી; ઉત્પાદવ્યયધ્રૌવ્ય.
૬. વિશેષ્ય= ખાસિયતોને ધરનાર પદાર્થ; લક્ષ્ય; ભેદ્યપદાર્થ-ધર્મી
[જેમ ગળપણ, સફેદપણું, સુંવાળપ વગેરે સાકરનાં વિશેષણો છે અને
સાકર તે વિશેષણોથી વિશેષિત થતો (તે તે ખાસિયતોથી ઓળખાતો, તે તે ભેદોથી ભેદાતો,) પદાર્થ છે, વળી જેમ જ્ઞાન, દર્શન,
ચારિત્ર, વીર્ય વગેરે આત્માનાં વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો (ઓળખાતો, લક્ષિત થતો, ભેદાતો) પદાર્થ
છે, તેમ સત્તા વિશેષણ છે અને દ્રવ્ય વિશેષ્ય છે. (વિશેષ્ય અને વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો.)
૭. વિધીયમાન= રચાનારું; જે રચાતું હોય તે. (સત્તા વગેરે ગુણો દ્રવ્યના રચનારા છે અને દ્રવ્ય તેમનાથી રચાતો પદાર્થ છે.)
૮. વૃત્તિમાન= વૃત્તિવાળું; હયાતીવાળું; હયાત રહેનાર. (સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હયાતી સ્વરૂપ છે અને દ્રવ્ય હયાત રહેનાર સ્વરૂપ છે.)