ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૭૦
જોઈએ. પણ એમ તો બતનું નથી. માટે વસ્ત્ર અને સફેદપણાને અપૃથકપણું હોવાછતાં અન્યપણું છે
એમ સિદ્ધ થાય છે.
એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથકત્વ હોવા છતાં અન્યત્વ છે; કારણ કે દ્રવ્યના
અને ગુણના પ્રદેશો અભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં સંજ્ઞા-સંખ્યા-લક્ષણાદિ ભેદ હોવાથી
(કથંચિત્) દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી. ૧૦૬.
પ્રવચનઃ તા. ૨પ–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૬ ગાથા.
આ તો ધ્યાન રાખે તો પકડાય એવું છે ભાઈ! (આ તો લોકોમાં વાતો છે ને કે) દયા પાળો,
જૂઠું બોલવું નહીં, શરીરથી બ્રહ્મચર્ય પાળવું, વળી ક હે કે લીલોતરી ખાવી નહીં, કંદમૂળ ખાવાં નહીં,
ચોવિહાર કરવો (આવી પ્રિયાનું) સમજાય તો ખરું! (પણ એમાં) શું સમજાય? ધૂળ સમજાય? (ઈ
તો) અજ્ઞાન છે અનાદિનું! આહા... હા... હા! પરનો ત્યાગ કરું છું, ને હું આમ કરું છું ને તેમ કરું છું,
ઈ તો (કરું, કરુંના) મિથ્યાત્વ ભાવ છે. આહા...! અરે... રે!
અહીંયાં તો સત્તા ગુણને પણ અન્ય (પણું) છે એમ ઠરશે, હવેની ગાથા (માં). આ ગાથામાં
તો (ગાથા-૧૦પ) માં અનન્યપણું ઠેરવ્યું, નહીંતર તો ઈ દ્રવ્ય ‘છે’ એમ સિદ્ધ નહીં થાય. ‘સત્તા’
ગુણ વિના અસ્તિત્વ આત્માનું છે, ધ્રૌવ્ય આત્મા છે એ સિદ્ધનહીં થાય. એ કારણે સત્તાથી દ્રવ્યનું
અસ્તિત્વ છે, એમ અનન્યપણું-એકમેપણું કહ્યું. પણ જરી ફેર એમાં છે ઈ હવે ફેર પાડશે. (આ
ગાથામાં). આહા... હા... હા! (જુઓ!)
હવે, પૃથકત્વ અને અન્યત્વનું લક્ષણ ખુલ્લું કરે છેઃ– એટલે શું? પૃથક એટલે આત્માથી, દરેક
દ્રવ્ય (જે) જુદી ચીજ છે. એના પ્રદેશો જુદા છે. તેને અહીંયાં પૃથકપણું કહે છે. આત્મા ને આ પરમાણુ
(દેહ) એ બે વચ્ચે પૃથકપણું છે. કારણ કે આના (શરીરના) પ્રદેશ જુદા છે ને આત્માના પ્રદેશ જુદા
છે. છતાં “અન્યત્વનું લક્ષણ ખુલ્લું” કરશે. છતાં તે ગુણ ને ગુણી, એ ભેદ હોવા છતાં, તે અનેરું-
અનેરું છે. ભેદ છે- પહેલું અભેદ સિદ્ધ કર્યું સત્તા ને સત્-અભેદ સિદ્ધ કરતાં છતાં સત્તા ને દ્રવ્ય વચ્ચે
ભેદ છે. સત્તા એટલે હોવાપણું રહે. દ્રવ્ય તો અનંતગુપણે હોવાપણે છે. એટલે સત્તા અને દ્રવ્ય વચ્ચે
નામભેદે, લક્ષણભેદે અન્યપણું છે. ભેદ નથી એમ પહેલાં સિદ્ધ કર્યું છે. (અહીંયાં ભેદ છે એમ કહે છે.)
આહા... હા! આવું છે! કેટલાંકને કાને પહેલું પડતું હોય! કોઈ દી’ ખબર ન મળે કાંઈ! (પ્રશ્નઃ)
આવું વાંચીએ, તો ન્યાં માણસ ભેળાં શી રીતે થાય? બીજામાં તો રાજી થાય માણસો, (કહીએ) આમ
કરો... આમ કરો.. આમ કરો.. (તો માણસો ઝાઝા ભેગાં થાય!)