ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૭૧
આ દેહના-તારા પરમાણુમાં, તારા આત્મા સિવાય, તારી સત્તા સિવાય, બીજાની સત્તામાં કાંઈ તારો
અધિકાર નથી. આહા... હા! દેશની સેવા કરવી, ભૂખ્યાનેત્રપ આહાર આપવો (પરના કામ કરવા)
એ તારા અધિકારની વાત નથી, એમ કહે છે અહીંયાં તો. આહા... હા... હા! (શ્રોતાઃ) પોતામાં
અસંખ્યપ્રદેશ છે, એમાં આહાર ક્યાં હતો? (ઉત્તરઃ) અસંખ્ય પ્રદેશ પોતામાં છે. ઓલાના-બાયડી-
છોકરાંના પ્રદેશ જુદાં છે છતાં કહે છે ને મારાં છે. મારાં છે એની અહીંયાં ના પાડે છે. આહા... હા!
જેના પ્રદેશ જુદા, તેની વસ્તુ જુદી! અહીંયાં તો સત્તાના ને દ્રવ્યના પ્રદેશ એક છે. પ્રદેશની અપેક્ષાએ
પૃથકપણું નથી. પણ દ્રવ્યઅને ગુણ, દ્રવ્ય ને સત્તા, નામભેદ પડે છે (તે) સંજ્ઞાભેદે અન્યપણું કહેવામાં
આવે છે. આહા... હા... હા.. હા! આવો મારગ!!
पविभतपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स ।
अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं ।। १०६।।
જિન વીરનો ઉપદેશ એમ–ત્રિલોકનાથ, પરમાત્મા મહાવીર દેવદેવ!
એમ બધા અનંત તીર્થંકરો (નો ઉપદેશ એમ છે.)
જિન વીરનો ઉપદેશ એમ– પૃથકત્વ ભિન્નપ્રદેશતા;
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે–પણે એક ક્યાં? ૧૦૬
આહા... હા! ધ્યાન રાખે તો, પકડાય એવું છે. આહા... હા!
ટીકાઃ– “વિભક્તપ્રદેશત્વ” એટલે કે જેના ક્ષેત્ર-પ્રદેશ જુદા છે. આ પરમાણુનું ક્ષેત્ર (દેહનું
ક્ષેત્ર) ને આત્માનું ક્ષેત્ર જુદું છે. આહા... હા! બીજા આત્માઓ અને આ આત્માનું ક્ષેત્ર જુદું છે. આ
પરમાણુનું ને આત્માનું ક્ષેત્ર જુદું છે. એમ એક આત્માના પ્રદેશ (તે) બીજા આત્માના પ્રદેશ (થી)
જુદા છે. આહા.. હા! “વિભક્તપ્રદેશત્વ (ભિન્નપ્રદેશત્વ) પૃથકત્વનું લક્ષણ છે.” એમ કહે છે પ્રદેશ
જુદા, એ પૃથકત્વનું લક્ષણ છે. ઈ જૂદું જ છે, જૂદું છે. એમ આત્માથી પરમાણુ તદ્ન જુદાછે. શરીરાદિ,
કર્મના પરમાણુઓ આત્માથી જુદા (છે). અને આત્માથી, શરીરને કર્મના (પરમાણુઓથી) ભગવાન
આત્મા તદ્ન જુદો છે. બે ના પ્રદેશ જુદા છે. બેનું ક્ષેત્ર જુદું છે. આહા...હા! તેથી તેના ભાવ પણ ભિન્ન
છે. આહા...હા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “વિભક્તપદેશત્વ (ભિન્નપ્રદેશત્વ) પૃથકત્વનું લક્ષણ છે.” આત્માના
પ્રદેશો ને પરમાણુના પ્રદેશો, એ ભિન્નપણું-પૃથકપણું (છે.) એ ભિન્નપણાનું પૃથકત્વ લક્ષણ છે. એ જુદા
છે. “તે તો સત્તા અને દ્રવ્યને સંભવતું નથી.” શું કીધું? જ્યારે એક દ્રવ્યના પ્રદેશ, બીજા દ્રવ્યના
પ્રદેશથી જુદા-પૃથક છે. એમ આત્માને સત્તાના પ્રદેશ જુદા છે ઈ સંભવતું નથી.