એટલે સત્તા, જ્ઞાન આદિ ને ગુણી દ્રવ્ય, એને જુદા પ્રદેશનો અભાવ હોંય છે. કોની પેઠે? દ્રષ્ટાંત આપે
છે. “શુક્લત્વ અને વસ્ત્રની માફક.” “તે આ પ્રમાણેઃ” જેમ ધોળાપણું ગુણના પ્રદેશો છે તે જ
વસ્ત્રના પ્રદેશો છે. તે (પ્રદેશો પણ) ગુણીના છે. જુઓ! આ વસ્ત્ર છે. એ જે પ્રદેશો છે વસ્ત્રના. એ
આ ધોળું છે એના એ પ્રદેશો છે. ધોળપમાં એ જ પ્રદેશો છે. ધોળપના પ્રદેશો જુદા, વસ્ત્રના પ્રદેશ
જુદા, એમ નથી. સમજાણું કાંઈ આમાં? આહા..! ભેદ સૂક્ષ્મ! ભેદ કરે છે. ભેદજ્ઞાનની વાત છે આ.
આહા... હા! પરથી તો પૃથક છે માટે જુદાં, પણ પોતે ગુણ-ગુણીનો ભેદ, પણ ભેદ પડયો એ
અપેક્ષાએ અન્ય છે, માટે નજરું એને અભેદ પર કરવાની છે! આહા... હા... હા!
દ્રવ્ય નથી’ નહીંતર બેના નામ જુદા કેમ પડે? (માટે જુદા છે) એવું અન્યત્વ દ્રવ્ય ને સત્તા વચ્ચે છે.
છતાં દ્રષ્ટિવંતે અન્યત્વને (બે ગુણ, ગુણીને) ભિન્ન ન પાડતાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી. આહા..! આ
પ્રયોજન! આહા...! (શ્રોતાઃ) બરાબર, બરાબર! (ઉત્તરઃ) હેં, આહા.. હા! સમજાય એવું છે સમજે
તો, (દેહને દેખાડીને) આના પ્રદેશ ને આત્મા તો નીકળી જાય ને આ તો અહીંયાં પડયા રહે છે. આ
માટી! એના પ્રદેશ- અંશ બધા જુદા છે. એના સત્તાના પ્રદેશો જુદા, આત્મ ભગવાનની સત્તાના પ્રદેશ
જુદા, આહા.. હા! છતાં, ગુણીને ગુણના વિભક્તપ્રદેશનો અભાવ હોવાથી, “જેમ જે શુક્લત્વના–
ગુણના–પ્રદેશો છે.” જે ધોળાગુણના પ્રદેશો છે આ “તે જ વસ્ત્રના–ગુણીના છે.” કાંઈ વસ્ત્રના પ્રદેશો
જુદા ને આ ધોળાના (પ્રદેશો) જુદા એમ છે? (નથી.)
ગુણના–પ્રદેશો છે.” સત્તા (એટલે) અસ્તિત્વ (અથવા) અસ્તિત્વગુણ, એના જે પ્રદેશો છે તે જ
આત્માના પ્રદેશો છે. “તે જ દ્રવ્યના–ગુણીના–છે. આહા... હા! “તેથી તેમને પ્રદેશવિભાગ નથી.”