અન્યત્વપણે છે. એ ય પણ પ્રદેશપણાની અપેક્ષાએ એકપણે છે. પણ ભાવ ને આ ભાવવાન, આ ગુણ
ને ગુણી, એ અપેક્ષાએ અન્યપણું પણ છે. જુઓ આ સિદ્ધાંત!! (વીતરાગનાં સિદ્ધાંતની સૂક્ષ્મતા!)
આહા.. હા.. હા!
લઈને? સત્તાનું પ્રયોજન તો એટલું જ છે કે ‘કાયમ રહેવું’ હવે જો સત્તા ભિન્ન ઠરાવો તો ‘કાયમ
રહેવું’ રહેતું નથી. આહા..! માટે તે સત્તા, અને આત્મા પૃથક નથી, છતાં-એમ નકકી કર્યા છતાં -બે
વચ્ચે અન્યપણું છે જ. આ.. રે! આહા...હા...હા! ભઈ! ધ્યાન રાખે તો, પકડાય તેવું છે. આહા...હા!
મીઠાલાલજી! પકડાય એવું છે કે નહીં? આહા... હા!
માટે તે સત્તા ને ઈ પરમાણુના પ્રદેશ એક છે. અભેદ છે, એમ આત્મા એનામાં સત્તા નામનો એક
ગુણ છે. એ ગુણ વિનાનું ધ્રુવપણું (આત્માનું) ટકી શી રીતે શકે? સત્તા નથી, હોવાપણાની શક્તિ
નથી, તો હોવાપણે રહેવું ક્યાંથી બને? (ન બને.) આહા... હા... હા! એ અપેક્ષાએ, ગુણીને ગુણ
વચ્ચે, પૃથકપણું નથી, પણ અન્યપણું છે. આહા... હા... હા... હા! ઈ કહે છે જુઓ!
સત્તાગુણ બે વચ્ચે અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. બે જુદા છે, અનેરા છે એવું અન્યત્વલક્ષણ તેમાં
છે. આહા.. હા! ગુણ અને ગુણી ભિન્ન છે એવું અન્યત્વ લક્ષણ છે. ગુણ તે કંઈ ગુણી થઈ જતો નથી
ને ગુણી તે કંઈ ગુણ થઈ જતો નથી. આહા... હા... હા! મુનિઓએ આવું કર્યું છે. આહા.. હા!
દિગંબર સંતોએ આવી ટીકા કરી હશે! આનંદમાં રહેતા અતીન્દ્રિયઆનંદમાં ઝૂલતાં! એકલવિહારીને
આવી ટીકા થઈ ગઈ! આહા.. હા! છતાં પ્રભુ કહે છેઃ અમે તો અમારા જ્ઞાનમાં છીએ, એ ટીકામાં-
કરવામાં-પરમાં અમે આવ્યા જ નથી. આહા...! ટીકાનો વિકલ્પ છે એમાં ય આવ્યા નથી ને! આહા...
હા! ત્યારે કોઈ કહે છે કે (એ તો) નિર્માનપણાનું કથન છે. (પણ એમ નથી) એ વસ્તુના સ્વરૂપનું
કથન છે. આહા.. હા!