એ અમારાથી થઈ નથી! (ભાષાએ ભાષાનું કામ કર્યું છે.) આહા.. હા! આંહી તો થોડું’ ક કામ જ્યાં
કરે, એના અભિમાન ચડી જાય. અમે આ કામ કર્યું ને અમે આ કર્યું ને અમે તે કર્યું ને.. ‘મરી
જવાના રસ્તા છે બધા’ આહા... હા... હા... હા!
આહા... હા.. હા! ‘સત્’ નહીં ટકે એટલે? વસ્તુ, સચ્ચિદાનંદપ્રભુ! જ્યાં સત્તા ને આત્માને ભિન્નતા
નથી, તેથી સત્તા છે તે દ્રવ્ય છે. ને સત્તા છે એનું પ્રયોજન અસ્તિત્વ રહેવું તો પ્રયોજન અસ્તિત્વ એને
લઈને રહ્યું છે. એવું હોવા છતાં- રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપની વાત અહીં નથી લેવી. સત્તાની વાત
છે અત્યારે તો. આહા... હા! છતાં ભગવાન આત્મા ગુણી છે, ભાવવાન છે. અને સત્તા તે ભાવ છે.
એવું બે વચ્ચે અન્યપણું (છે.) આવું અન્યપણું છે. પૃથકપ્રદેશનું અન્યપણું નથી. પણ પૃથકભાવનું
અન્યપણું છે. આહા... હા... હા! આહા... હા... હા! આવો કેવો ઉપદેશ આ તે? ગુલાબચંદજી! આમાં
ઝાઝું ભણ્યે ય મળે તેવું નથી ક્યાં’ ય!
વિકલ્પ આવ્યો. (ટીકા રચવાનો) આહા.. હા! પદ્મપ્રભમલધારીદેવ કહે છે ને ભાઈ! (
કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ?
પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃત્તિ’ નામની આ ટીકા રચાય છે.
આહા.. હા! ધન્ય! મુનિરાજ!! જેને એમ છે કે આ ટીકા કરનાર અમે કોણ મંદબુદ્ધિ! હમણાં એવું
કંઈક રહ્યા કરે છે કે કંઈક થાય, થાય, થાય. પણ એ ટીકા, અમારાથી થઈ નથી ઈ ટીકાના
પરમાણુની પર્યાય, તે વખતે તેના દ્રવ્યને પહોંચી વળે છે ને થાય છે. આહા... હા... હા! પરમાણુઓ તે
સમયની પર્યાયનો, એ ટીકાની પર્યાયને પહોંચી વળે છે, તેથી ટીકા થાય છે. આહા... હા.. હા! અને તે
પર્યાય, એના દ્રવ્ય ને ગુણથી તે પર્યાય થાય છે. અમારાથી નહીં ને અમે નહીં (એ કાર્યમાં) આહા...
હા... હા! કઠણ પડે!! ક્યારેય સાંભળ્યું નથી એથી કઠણ પડે!! આહા... હા! આ તો વકીલોની-
જાતની વાત છે! વેપારીઓને તો આ તર્ક! આહા... હા!