વાતું પરમાત્માની બાપા...! લોકોને તત્ત્વની ખબર ન મળે અને ધર્મ-ધર્મ થઈ જાય (એ કેમ બને
કદી ન બને). જાણે સામાયિક થઈ.. પોષહ થયા.. . એમ માને. (પણ) હજી તો ચીજ (વસ્તુસ્વરૂપ)
શું છે - દ્રવ્ય કોને કહીએ, પદાર્થ કોને કહીએ, પદાર્થની શક્તિ કોને કહીએ, પદાર્થની પલટતી અવસ્થા
કોને કહીએ એની તો (કંઈ) ખબર નથી. (અને વસ્તુસ્વરૂપ જાણ્યા વિના ધર્મ ન થાય). કોઈ
(દ્રવ્યની) અવસ્થા (બીજા) કોઈ દ્રવ્યથી થાય એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. આહા...હા..! સમજાણું
કાંઈ...?
પરમાણુ-પરમાણુ એક સાથે (સ્કંધરૂપે) દેખાય છે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. (એ પર્યાય)
આત્માથી ઉત્પન્ન થઈ નથી. બીજી વાતઃ જે કર્મબંધન થાય છે. બંધના એ કર્મના જે પરમાણુ છે તેના
જે ગુણ છે. કર્મથી પર્યાય એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થઈ છે. આત્માએ રાગ કર્યો માટે કર્મબંધની
પર્યાય ઉત્પન્ન થઈ છે, એમ નથી.
ખલાસ થઈ ગયા. (પછી ક્યાં વાત રહી..!) અહીંયાં અશુદ્ધતા છે એટલે કર્મબંધ છે એમ પણ નથી.
એમ અહીંયા કહે છે. જે કર્મબંધ થાય છે તે પરમાણુ છે. તે સમાનજાતીય પરમાણુ એક સમયમાં
દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. કર્મની પર્યાયને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. અને આ
શરીર અને આત્મા (એક સાથે દેખાય) તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. બે એક જાત નથી. પણ
બંનેને મેળવીને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. આવી ઝીણી વાતું છે બાપા...! વીતરાગ માર્ગ
બહુ ઝીણો...! અને એ તત્ત્વની વાસ્તવિક દ્રષ્ટિ અને જ્ઞાન થયા વિના સમ્યગ્દર્શન થતું નથી.
સમ્યગ્દર્શન વિના ત્રણ કાળમાં ધર્મ થતો નથી. આહા...હા...હા..!
(એકાગ્રતા કરવાથી) -પર્યાયદ્રષ્ટિ છોડવાથી - સમ્યગ્દર્શન થાય છે. ધર્મની પહેલી શરૂઆત-ચોથું
ગુણસ્થાન (પર્યાયમાં પ્રગટે છે.) શ્રાવક અને મુનિની દશા એ તો જુદી વાત છે બાપુ...! એ તો કોઈ
અલૌકિક વાત છે. અત્યારે તો મુશ્કેલ છે. હજુ તો સમ્યગ્દર્શનની વાતના પણ વાંધા છે. (સત્ય વાતનો
સ્વીકાર નથી).
બેયને મેળવીને પણ બે એક થયા નથી (માત્ર સંયોગ છે તેથી) અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે.
આવું છે ભગવાન...! તું ય ભગવાન છો પ્રભુ..! (આ વસ્તુસ્વરૂપ સમજ કે ન સમજ તો પણ)
આહા...હા...!
છે, પણ એક થયા નથી. (શ્રોતાઃ) આત્મામાં રાગ-દ્વેષ થાય છે તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય થઈ કે
નહીં...? (ઉત્તરઃ) ના, અસમાનજાતીય નહીં. એ અત્યારે અહીંયાં નહીં. એ અસમાનજાતીય નહીં. જે
રાગ થાય છે તે પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે. પછી