Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 29 of 540
PDF/HTML Page 38 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૯
(અહીંયાં) તો કહે છે કેઃ દ્રવ્ય (કોને કહ્યું) તો પોતાના ગુણ ને ત્રિકાળી પર્યાયના પિંડને દ્રવ્ય
કહ્યું. ગુણ (કોને કહ્યા) એ વિસ્તારસામાન્ય સમુદાયને ગુણ કહ્યા. (પર્યાય કોને કહી) કે જે દ્રવ્ય
અને ગુણ કહ્યા એ બન્નેથી ઉત્પન્ન થઈ તે પર્યાય કહી. એ પર્યાયના બે પ્રકાર છે. (૧) સમાનજાતીય
દ્રવ્યપર્યાય અને (૨) અસમાનજાતીય દ્રવ્યપર્યાય. અને ગુણપર્યાય બે પ્રકારે છે. (૧) સ્વભાવપર્યાય
અને (૨) વિભાવપર્યાય (છે). આહા...હા...! (પાઠમાં) છે...? જેવી રીતે અને પુદ્ગલસ્વરૂપ-
પુદ્ગલાત્મક. છે ને...! આ સમાનજાતીય દ્રવ્યપર્યાય (કહેવાય છે). જડની પર્યાય પરમાણુ-પરમાણુ
એક જાતના છે... ને...! (તેથી) જડની સમાનજાતીય દ્રવ્યપર્યાય (છે). આ હોઠની, હાથની, શરીરની
- એ બધી જડની અનેક પરમાણુની એકરૂપ (પર્યાય) છે તે એકરૂપ જાણવામાં આવે છે (તેથી) એ
પુદ્ગલની - અનેક પુદ્લાત્મક સમાન જાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આવી વાતું છે. ...!
(સર્વજ્ઞભગવાનની) હવે અસમાનજાતીય દ્રવ્યપર્યાય (કોને કહે છે કેઃ) જીવ પુદ્ગલાત્મક (દેવ,
મનુષ્ય વગેરે). હવે જીવ અને પુદ્ગલ - શરીર એ બન્ને એક જગ્યાએ રહે છે તેને અસમાનજાતીય
દ્રવ્યપર્યાય કહે છે. પરમાણુ-પરમાણુ સાથે રહે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે અને જીવને શરીર
એક સાથે રહે છે તેને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે. વીતરાગ...! ત્રણ લોકના નાથ...! એ સર્વજ્ઞ
સિવાય ક્યાંય બીજે કોઈ મતમાં આ વાત છે જ નહીં... સર્વજ્ઞ પરમેશ્વર...! જિનેશ્વર દેવ...! એણે જે
ત્રણલોક, ત્રણકાળ જોયાં તેની આ અહીંયાં વ્યાખ્યા છે. કુંદકુંદાચાર્ય મહારાજ..! દિગંબર સંત, ભગવાન
(સીમંધરનાથ) પાસે (વિદેહમાં) ગયા હતા. આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી (ભગવાનની વાણી)
સાંભળીને આ શાસ્ત્રો બનાવ્યાં. તેમના પછી એક હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય થયા તેમની આ
ટીકા છે. મૂળ શ્લોક તે કુંદકુંદાચાર્યદેવના છે. અને ટીકા અમૃતચંદ્રાચાર્ય દેવની છે. આહા... હા..! આવી
ઝીણી વાય છે, બાપુ...! ધીમેથી, ધીમેથી સમજવું.
(અહીંયાં શું કહે છે) કેઃ સમાનજાતીય દ્રવ્યપર્યાય કોને કહીએ...? કે અનેક પરમાણુ એક સાથે
રહે છે. એક થતા નથી. આ હોઠ, શરીર, આંગળીઓ - એને જડની સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં
આવે છે. આ પર્યાય આત્માથી ઉત્પન્ન થઈ છે એમ નથી. આ (શરીરાદિની) પર્યાય અનંત (પુદ્ગલ)
પિંડરૂપ છે. તે પરમાણુના દ્રવ્ય-ગુણથી પર્યાય ઉત્પન્ન થઈ છે. અને એકસાથ ઘણા પરમાણુનો સ્કંધ
ગણવામાં આવે છે તો સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. હવે અસમાનજાતીય દ્રવ્યપર્યાય
(કોને કહીએ)...? કે જીવ ને પુદ્ગલ સ્વરૂપ- દેવ, મનુષ્ય ઇત્યાદિ. આ મનુષ્ય કહેવામાં આવે છે
તેમાં જીવ છે અંદર અને શરીર (છે) તે જડ છે. બન્ને અક સાથે જોવામાં આવ્યા તો તેને
અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે. આવી વાતું (ભગવાનની) છે! આ દ્રવ્ય-ગુણ-પર્યાયની વ્યાખ્યા
છે. પરમાત્માના પેલા ઘરની...! ઝીણી (બહુ)! જે પરમાત્માએ અનંત આત્માઓ અને અનંત
પરમાણુ (કેવળજ્ઞાનમાં) જોયાં. એમાં એનું દ્રવ્ય શું, ગુણ શું, અને પર્યાય શું...? (તેની વસ્તુસ્થિતિ
વર્ણવે છે). દ્રવ્ય - ગુણની વાત તો થઈ ગઈ (છે) હવે આ પર્યાયની વાત ચાલે છે. પર્યાય-
અવસ્થા-પલટતી દશા ભગવાને કહી તે પોતાના દ્રવ્ય- ગુણથી ઉત્પન્ન થાય છે. પરના કારણથી પર્યાય
ઉત્પન્ન થાય છે (એમ નથી) (જુઓ...!) આ પુસ્તકનાં પાનાં જે આ આંગળીથી આમ ફરે છે ને...?
એ પર્યાય થઈ. એ સમાનજાતીય પરમાણુની પર્યાય છે. એ (પાનાંની પર્યાય) આંગળીથી થતી નથી.
અને આત્માએ પાનાં ઊંચા કર્યાં એવું પણ નથી. એની સમાનજાતીય દ્રવ્યપર્યાયથી એ પાનું ઊંચુ