છે, તેના દ્રવ્ય - ગુણથી તે થાય છે, આત્માથી નહીં. આત્માથી શરીર ચાલે છે એવું ત્રણ કાળમાં
નથી. જુઓ...! એવી - એવી વાણી થાય છે એ આત્માથી નહીંપણ એના (પરમાણુના) દ્રવ્ય -
ગુણથી એક (વાણીની) પર્યાય થાય છે. એમ આત્મામાં રાગ થાય છે. તે પણ તેના દ્રવ્ય - ગુણના
આશ્રયથી રાગ થાય છે. પરન કારણે નહીં.
ગુણ વિશેષસામાન્યસમુદાય એટલે ગુણ, તે દ્રવ્ય - ગુણથી સમ્યગ્દર્શન (જ્ઞાન-ચારિત્રની) પર્યાય
ઉત્પન્ન થાય છે. સમજાણું....? ઝીણી વાત છે, ભાઈ...! વીતરાગનો મારગ બહુ ઝીણો...! સૂક્ષ્મ છે..!
પરમાણુ - ત્રણ પરમાણુ ચાર પરમાણુ એમ અનંતપરમાણુ અને સમાનજાતીયનો સમુદાય તેને
સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. (સ્કંધમાં) બે પરમાણુ - ચાર પરમાણુ એમ અનંત
પરમાણુ છે ને...! તો અનંત પરમાણુનો પિંડ તેને પરમાણુની દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આહા...
હા! વીતરાગની આવી વાત છે..! (શ્રોતાઃ) આ બધું સમજીને શું કરવું..? (ઉત્તરઃ) આ સમજીને
પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે. એ માટે સમજવાનું છે. પર્યાય અને દ્રવ્ય -
ગુણના ભેદ સમજીને પછી એના ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ લાવવી તે સમ્યગ્દર્શનનું કારણ
છે. અરે...રે..! શું થાય ભાઈ...! ભાષા તો સાદી છે. (પણ ભાવભાસન કઠણ છે) પણ વસ્તુ તો
ભગવાને જે ભાવ કહ્યા એ પ્રમાણે હોવી જોઈએ ને...! ઘરનું કાંઈ અંદર (ભેળવવું એ ન ચાલે).
સમજાણું કાંઈ....?
(દ્રવ્યપર્યાય) છે. બે પરમાણુથી માંડી અનંત પરમાણુનો જે પિંડ દેખાય છે તેને સમાનજાતીય
દ્રવ્યપર્યાય કહેવામાં આવી છે. આ શરીર જે છે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. (શરીરમાં) પરમાણુ
- પરમાણુ સંબંધમાં છે ને...! અનંત પરમાણુ છે શરીરના (તેથી) તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે.
આત્માની (પર્યાય) નહીં. એ પર્યાયબુદ્ધિ છોડાવવા માટે આ બતાવવામાં આવે છે.
સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આહા...હા...! આવી વાત છે, ઝીણી વાત છે. બાપુ...! આ
પ્રવચનસાર ભગવાનની વાણી છે. “પ્ર” એટલે વિશેષે - ધ્રુવ, દ્રવ્ય; આહા...! દિવ્યધ્વનિ -
ભગવાનની (તીર્થંકરદેવની) વાણી..! ભગવાન ત્રિલોકનાથ...! એમની દિવ્યધ્વનિ ૐ કાર... “ૐ
કારધ્વનિ સૂનિ અર્થ ગણધર વિચારે” અને ગણધર અર્થ વિચારીને આગમ રચે (છે) અને ઉપદેશ
કરે છે તો ભવ્ય જીવ સંશય નિવારે (છે) આહા...હા...!