વસ્તુ-આત્મા-પરમાણુ - છ દ્રવ્ય (આત્મા, પરમાણું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ)
ભગવાને જોયાં છે. તો ‘દ્રવ્ય’ કોને કહે છે? કેઃ દ્રવ્યમાં જે વિસ્તાર - જે ગુણ છે, તીરછા
વિસ્તારસામાન્યસમુદાય અને તેની જે પર્યાયો છે. એક પછી એક અનાદિ - અનંત ઊઠે છે એ
પર્યાયોનો સમુદાય તે “દ્રવ્ય” છે. ગુણનો સમુદાય પણ દ્રવ્ય છે અને પર્યાયનો સમુદાય તે પણ દ્રવ્ય
છે. બે દ્રવ્ય નથી. (વિસ્તારસામાન્ય અને આયતસામાન્ય બંને મળીને એક દ્રવ્ય છે).
વિસ્તારસામાન્યનો પિંડ- ગુણ તે દ્રવ્ય અને તે આયતસામાન્યનો -પર્યાયનો પિંડ એ પણ દ્રવ્ય છે.
આ દ્રવ્યની વ્યાખ્યા (છે). ઝીણી વાત છે ભાઈ... હવે એના ગુણ (ની વ્યાખ્યા છે).
છે તેને ગુણ કહે છે. એ ગુણના પિંડને દ્રવ્ય કહે છે. હવે ગુણો કોને કહ્યા? કેઃ આત્મામાં એક સમયમાં
અનંત જ્ઞાન, આનંદ વગેરે ગુણો છે, તેને ગુણ કહીએ. એમ હવે પર્યાય કોને કહેવી? (હવે એની
પર્યાયની વ્યાખ્યા છે).
વતીરાગનું દર્શન (જૈન દર્શન) ઝીણું બહુ...!! લોકોને કંઈ ખબર ન મળે...! (કેઃ) દ્રવ્ય કોને કહીએ,
ગુણ કોને કહીએ, પર્યાય કોને કહીએ...? (શ્રોતાઃ) પર્યાય એટલે...! (ઉત્તરઃ) પર્યાય એટલે પલટતી
અવસ્થા. દ્રવ્ય - ગુણ બેયની પર્યાય છે. દ્રવ્યની પણ પર્યાય છે અને ગુણથી પણ પર્યાય છે. દ્રવ્ય -
ગુણથી ઉત્પન્ન થાય તે પર્યાય (છે). પ્રશ્ન ઠીક કર્યોપ, સારો કર્યો ઝીણી વાત છે ને... ભગવાન..!
આકાશ. એમ જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય અને સંખ્યાએ અનંત દ્રવ્ય છે.
અહીંયાં એક દ્રવ્યસ્વરૂપ એકતા - તે જ્ઞાન ને કારણભૂત દ્રવ્યપર્યાય (છે). એનો ખુલાસો પછી કરશે.
(અહીં તો કહે છે કેઃ) દ્રવ્યપર્યાય એના બે પ્રકાર છે. સમાનજાતીય અને અસમાનજાતીય. દ્રવ્ય અને
ગુણની વ્યાખ્યા (પહેલાં) થઈ ગઈ. હવે પર્યાયની વ્યાખ્યા છે તે પર્યાય, દ્રવ્ય ને ગુણથી (ઉત્પન્ન)
થાય છે. પરદ્રવ્યથી (ઉત્પન્ન) નથી થતી. કોઈ પણ દ્રવ્યની પર્યાય, પરદ્રવ્યથી નથી થતી. પોતાના
દ્રવ્ય-ગુણથી (જ) પર્યાય ઉત્પન્ન થાય છે. આ શરીરની પર્યાય છે. જુઓ (આ હાલવાની, બોલવાની)
આ પર્યાય છે, તો