Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 26 of 540
PDF/HTML Page 35 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૬
એ મિથ્યાદ્રષ્ટિ મૂઢ જીવ છે. ભલે એ ત્યાગી થયો હોય - સાધુ થયો હોય અને કદાચ પંચમહાવ્રતના
પરિણામ કરતો હોય (તો પણ) તે અજ્ઞાનપણે એમ કરે છે, એ મિથ્યાદ્રષ્ટિ છે. અને એ (શુભ)
રાગના પરિણામ છે માટે મને ચારિત્ર છે એ મિયાદ્રષ્ટિ છે. (ખરેખર) ચારિત્રની પર્યાય છે તે દ્રવ્ય-
ગુણથી ઉત્પન્ન થાય છે. ચારિત્રની પર્યાય એ મહાવ્રતના પરિણામ - (શુભ) રાગ છે. એનાથી ઉત્પન્ન
થતી નથી. કેટલું સમાવ્યું છે...!! આવું છે... પ્રભુ!
આ, ૯૩ મી ગાથા. હજી “જ્ઞેય અધિકાર’ ની પહેલી ગાથા..! “દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક
પણ છે.” - કોણ...? પર્યાય.. પર્યાય એટલે અવસ્થા. દ્રવ્યસ્વરૂપ પણ કહેવામાં આવે અને ગુણસ્વરૂપ
પણ કહેવામાં આવે. (એટલે) દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે.
હવે, “તેમાં, અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્યપર્યાય છે.” - તેમાં
અહીં સંયોગથી વાત કરી છે. અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિનું કારણ દ્રવ્યપર્યાય છે. (વસ્તુસ્થિતિ
જે છે તેનો) જ્ઞાન સ્વીકાર. અનેક દ્રવ્યસ્વરૂપ આત્મા અને પરમાણુ અને પરમાણુ ને પરમાણુ - એ
અનેક દ્રવ્યસ્વરૂપ (છે). અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિ (પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર) એને દ્રવ્યપર્યાય
કહેવાય છે. “તે દ્વિવિધ છે..” (૧) સમાનજાતીય અને (૨) અસમાનજાતીય (એ દ્રવ્યપર્યાય છે)
આહા...હા...! કેટલું’ક યાદ રાખો...! એકે-એક વાતમાં ફેર..! માણસ નથી કહેતા...! “આણંદ કહે
પરમાણંદા, માણસે માણસે, ફેરઃ એક લાખે તો ન મળે, એક તાંબિયાના તેર.” - એમ પરમાત્મા કહે
છે પ્રભુ..! તારી શ્રદ્ધા ને વસ્તુની શ્રદ્ધા- (એમાં) અમે કહીએ છીએ કે વાતે વાતે ફેર છે..! પ્રભુ..!
આહા...હા!
(જુઓ...!) આ પાનું (ગ્રંથનું) જે ઊંચું થાય છે, જુઓ એ એની અવસ્થા છે. તો (સર્વજ્ઞ
ભગવાન) કહે છે એ અવસ્થા આંગળીથી ઊંચી થઈ નથી, આમ ઊંચી થવાની અવસ્થાનું કરનાર
એનાં દ્રવ્ય-ગુણ છે. (પાનાંના) પરમાણુનાં દ્રવ્ય અને એના ગુણોથી એની આમ પર્યાય ઉત્પન્ન થઈ
છે. આંગળીથી નહીં, આત્માથી નહીં... અરે.. રે! આવું બધું (વસ્તુસ્વરૂપ) શું...? એક જણો કહે કે
આવું (વસ્તુસ્વરૂપ) કાઢયું ક્યાંથી...? આવું તો અમે આ પ૦-૬૦ વર્ષમાં સાંભળ્‌યું ય નથી. (તો
કહીએ) આ અત્યારનું છે...? સોનગઢનું છે શું...? અનાદિની આ ભગવાનની વાણી (માં
વસ્તુસ્વરૂપ) અને અનાદિના આ કથન છે. આ તો ભગવાન (તીર્થંકર) ની વાણી છે. આહા...હા...!
એમાં અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના - જાણવું તે દ્રવ્યપર્યાય છે. તે બે પ્રકારે છે, એ
ક્યાં છે બે પ્રકાર,
હવે વિશેષ કહેશે.