Pravachansar Pravachano (Gujarati). Date: 27-06-1979.

< Previous Page   Next Page >


Page 390 of 540
PDF/HTML Page 399 of 549

 

background image
ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૦
પ્રવચનઃ તા. ૨૭–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૬ ગાથા લઈએને...! ભાવાર્થ છે. છેને.........? (પાઠમાં) ભાવાર્થઃ–
“ભિન્નપ્રદેશત્વ તે પૃથકપણાનું લક્ષણ છે.” શું કીધું? કેઃ આત્માના પ્રદેશ અને બીજા છ યે દ્રવ્ય
અને કર્મના પ્રદેશ ભિન્ન છે. એથી પૃથક છે તેથી જીવ છે. વળી તેમની સ્થિતિ પૃથકપણાનું લક્ષણ
છે. આહા...! ભલે એની ઈ જ્ઞાનની પર્યાય, અનંતને જાણે, છતાં તે (જ્ઞાનની પર્યાય) અનંતને
જાણે, તે પોતાના પ્રદેશમાં રહીને જાણે છે. બીજાના પ્રદેશને અડયા વિના જાણે છે. આહા... હા...
હા! જેના પૃથક પ્રદેશ છે. એને જાણે ખરું, જાણવા છતાં પૃથક પ્રદેશપણે અન્યને અન્યપણે
રાખીને જાણે છે. આહા... હા! જણાણું માટે આત્મામાં આવી ગઈ વાત (-વસ્તુ), કે આત્મા
જણાય (એને) જાણનારો છે. માટે પર પદાર્થના પ્રદેશમાં-ક્ષેત્રમાં ગયો, એમ નથી. ન્યાયનો
વિષય છે જરી ભઈ! (શ્રોતાઃ) જુદાપણું કહેવું છે તો વળી એમાં ગયા વગર જણાય કેવી
રીતે...? (ઉત્તરઃ) ઈ વાત છે ને અહીંયા! જાય ક્યાં? ઈ સાટુ તો કહ્યું. “ભિન્નપ્રદેશત્વ”
આત્માના પ્રદેશ અને લોકાલોકના પ્રદેશ ભિન્ન છે. ઈ લોકાલોકને જાણે, એથી કરીને એના
જાણવામાં (જ્ઞાનપ્રદેશમાં) એ ચીજ આવી ગઈ નથી. તેમ ઈ ચીજમાં ઈ જાણવું (જ્ઞાનપ્રદેશ)
પરિણમ્યું નથી. આહા... હા... હા!
(શું કહે છે કેઃ) એવું “ભિન્નપ્રદેશત્વ” ભિન્નપણું તે પૃથકપણાનું લક્ષણ છે.” “અને
અતદ્ભાવ તે અન્યપણાનું લક્ષણ છે.” એટલે? કેઃ ગુણ અને ગુણી; જ્ઞાન અને આત્મા એ (બે વચ્ચે)
અતદ્ભાવ છે. એટલે કે જ્ઞાન તે આત્મા નહીં ને આત્મા તે જ્ઞાન નહીં એટલો અતદ્ભાવ છે. એ
અતદ્ભાવ ‘તે અન્યપણાનું લક્ષણ છે.’ અન્યપણું તો ઓલું ય કહ્યું’ તું, એના પૃથક પ્રદેશ છે એટલે ત
ન ભિન્ન છે. કો’ વાણિયાને આવું કાંઈ... મળે નહીં સાંભળવા ક્યાં’ ય! આહા... હા... હા... હા!
(કહે છે) ભગવાન આત્મા! પોતાના અસંખ્યપ્રદેશમાં રહીને, અનંત... અનંત... અનંત...
અનંત... અનંત... પદાર્થ અને અનંત ક્ષેત્ર, અનંત કાળ... જાણે છે. તેથી તે અનંત પદાર્થના પ્રદેશો
અહીં (આત્મામાં) આવી ગયા એમ નથી. તે આ જ્ઞાન અનંતને જાણે, છતાં પોતાના પ્રદેશથી પૃથક
થઈને, અન્યને જાણવા જાય છે એમ નથી. આહા... હા!
(અહીંયા કહે છે કેઃ) “ભિન્નપ્રદેશત્વ તે પૃથકપણાનું લક્ષણ છે.” અને અતદ્ભાવ તે
અન્યપણાનું લક્ષણ છે.” “દ્રવ્ય અને ગુણને પૃથકપણું નથી.” આત્મા અને એના ગુણ, પરમાણુ
અને એના ગુણ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પૃથક નથી. પૃથકપણું તો અનેરા દ્રવ્ય સાથે હોય છે.
અન્યપણું તો પોતામાં હોય ને પૃથકપણું પરમાં (પરની સાથે) હોય. ઈ શું કહ્યું? આહા... હા!
આહા...! કે આ આત્મા વસ્તુ છે. એને (એનાથી) અનંત પદાર્થ પર છે. ઈ બધા પૃથક પ્રદેશે