હોવા છતાં અતદ્ભાવ છે. ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. એવી રીતે (એ) બે વચ્ચે
અતદ્ભાવપણાનું અન્યપણું સાબિત થાય છે. અહા... હા! આવું છે. આહા... હા! કેટલું નાખ્યું!! અન્ય
પદાર્થ, ભગવાન હો તીર્થંકરદેવ! એની વાણી! એ આત્માના પ્રદેશથી, ભિન્ન પ્રદેશે છે. ભગવાનના
પ્રદેશ ભિન્ન છે તે પૃથક પ્રદેશ તરીકે અન્ય છે. આહા... હા... હા! મંદિર, મૂર્તિને, એ બધા આત્માથી
પૃથક પ્રદેશે કરીને ભિન્ન છે. આહા... હા! કો’ શાંતિભાઈ! આહા... આવું છે! વીતરાગ મારગ!
તેમ પર અહીંયા આવતા નથી. એટલો, પરથી, પૃથકલક્ષણ પરનું- ઈ મુખ્ય લક્ષણ છે. અને હવે
આત્માની અંદર, દ્રવ્યમાં, એના ગુણ અને ગુણી (એટલે) આત્મદ્રવ્ય, આ દ્રવ્ય છે આ ગુણ છે એ
બેયને અતદ્ભાવ (અર્થાત્) ‘તે નહીં’ ગુણ છે તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય છે તે ગુણ નહીં. એવો
અતદ્ભાવ, (એ) અતદ્ભાવની અપેક્ષાએ અન્યપણું છે. (પણ) (પ્રદેશ પૃથક નથી.) પૃથક પ્રદેશપણું
નથી. પૃથક પ્રદેશનું ‘અન્યપણું’ ને અતદ્ભાવનું ‘અન્યપણું’ બે ય જુદી જાત છે. અહા... હા... હા!
આહા! આવી વાત સાંભળવા, નવરાશ ન મળે કયાં’ય! (આ શું કહે છે!) પૃથક્ પ્રદેશ! (ને વળી)
અતદ્ભાવ! અતદ્ભાવ એટલે ‘તે-ભાવ નહીં’ (આત્મ) દ્રવ્ય છે તે જ્ઞાન નહીં ને જ્ઞાન છે તે
(આત્મ) દ્રવ્ય નહીં. (ઈ) અતદ્ભાવ છે. અતદ્ભાવની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણને અન્યપણું છે.
પૃથક પ્રદેશની અપેક્ષાએ, અન્ય-પરની સાથે અન્યપણું છે. (અર્થાત્ પર સાથે અન્યપણું છે.)
‘અતદ્ભાવ’ (અર્થાત્) ‘તે-નહીં’ . દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં.
અતદ્ભાવની અપેક્ષાએ દ્રવ્ય ને ગુણ ને અન્યપણું છે. સમજાય છે કાંઈ?
અતદ્ભાવ અન્યત્વ છે. તેથી તેના ગુણ અને ગુણીના ભેદનું લક્ષ છોડી દે. આહા... હા... હા! અને
એક આત્મા, જ્ઞાયકભાવસ્વરૂપ છે, તેના ઉપર દ્રષ્ટિ દે તો તેને સત્ હાથ આવશે. લો! સમજાણું કાંઈ?
કે, ને પડી છે, કે’ ને પડી! આહા... હા! હજી તો સાચું - જ્ઞાન સાચું, સમ્યક્ પછી, પણ સાચું જ્ઞાન
(કરે). જેમ છે તેમ જ્ઞાન થવું એ પણ કઠણ! જ્ઞાન થયું નથી ને સમકિત થાય, એમ નથી કાંઈ!
આહા... હા!