પોતાના ગુણથી-અભેદ છે, અને ગુણથી અભેદ-એક છે એમ દ્રષ્ટિ કરતાં તિર્યંચને પણ સમ્યગ્દર્શન
થયું. આહા...હા...હા! આમ છે.
હા... હા! શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર (અને) દેશ, ગામ એ તો ક્યાં’ય રહી ગ્યા કહે છે
એ તો અન્ય છે, એના પ્રદેશ પૃથક છે તેથી તેને અન્યપણું છે, એની હારે કાંઈ-કાંઈ સંબંધ નથી.
આહા... હા! ફક્ત તારામાં, ગુણ અને ગુણી - અનંતગુણ ભર્યા છે (એટલે ધ્રુવ છે જ.) અને આત્મા
અનંતગુણનો ધરનાર દ્રવ્ય છે. એટલો અતદ્ભાવ (બે વચ્ચે છે.) ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ
નહીં. અને એટલો અતદ્ભાવ (છે તેથી) અન્યપણું છે. ‘એ પણ છોડી દઈને (દ્રષ્ટિમાંથી) આહા...
હા! (શ્રોતાઃ) બહુ મજા આવી...! (ઉત્તરઃ) આવી વાત છે. લોકોને તો શું! બિચારા, ખબર ન પડે,
ઝીણી વાત!! બહારમાં ચડાવી દીધા. કહે કે જિનબિંબ દર્શન કરીએ કલાક! જાવ...! પ્રભુ! આવો
વખત કં’ યે (ક્યારે) મળે! સંસારનો અભાવ કર્યા વિના, એને-એને ચોરાશીના અવતાર મટે એમ
નથી ભાઈ! આહા... હા!
આત્મા અને (એનો) જ્ઞાનગુણ આત્મા અને સત્તાગુણ. આત્મા અને આનંદગુણ એને (આત્માથી)
અપૃથક્રપણું છે. પૃથક્ નથી. જુદાપણું નથી, પૃથક્પણું નથી. તો “જેઓ અપૃથક્ હોય તેમનામાં
અન્યપણું કેમ હોઈ શકે?” જેના પ્રદેશો ભિન્ન છે, પૃથક્ છે એમાં (તો) ભિન્નપણું સંભવે, આ તો
તમે આત્માની અંદર (પ્રદેશ એક હોવા છતાં) ભિન્નપણું ઠરાવ્યું! બીજાથી ભિન્નપણું ઠરાવ્યું હોય તો તે
ભલે... કહો. આહા...હા...હા...હા! દેવ-ગુરુ ને શાસ્ત્ર, એ પણ પૃથક્પણે અન્ય છે. આહા...! એ તો
ભલે! પણ, આત્માના ગુણ અને ગુણીમાં પૃથક્રપણું નથી, છતાં તમે એને અન્યપણું ઠરાવો છો. એ શું
છે? એમ પ્રશ્ન છે! આહા...હા...હા!
‘અપૃથક્પણું હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે? જે જુદા જ નથી, પ્રદેશ-ક્ષેત્ર જુદા જ નથી.
એમાં અન્યપણું કેમ સંભવે? એવો પ્રશ્ન શિષ્યનો છે.