ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૭
આહા...! મૂળ રકમની વાત છે! જ્ઞેય અધિકારની વાત છે દર્શનની વાત છે! ‘સમ્યગ્દર્શનનો
અધિકાર છે ને...! આહા... હા! એમણે આ રીતનો ખ્યાલ (કરી) પ્રતીતિ કરવી જોઈએ. એમ કહે છે.
(અહીંયાં કહે છે કેઃ) “એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથકત્વ હોવા છતાં”
વસ્તુમાં સત્તા આદિ પહેલાં, જ્ઞાન-દર્શન આદિ અપૃથકત્વ હોવા છતાં “અન્યત્વ છે.” અપૃથક (ત્વ)
હોવા છતાં-જુદાં નહીં હોવા છતાં અન્યપણું છે. આહા... હા... હા.. હા! “કારણ કે દ્રવ્યના અને
ગુણના પ્રદેશો ભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં”. સંજ્ઞા- નામભેદ કીધા ને...! “સંખ્યા” દ્રવ્ય
એક ગુણ અનેક “લક્ષણાદિ” દ્રવ્યને આધારે ગુણ, ને ગુણનો આધાર તે દ્રવ્ય, द्रव्याश्रया निर्गुणा गुणाः
દ્રવ્યને આશ્રયે ગુણ હોય પણ ગુણના આશ્રયે ગુણ (ન હોય.) ભેદ પડી ગયો. આહા... હા! “સંજ્ઞા –
સંખ્યા–લક્ષણાદિ ભેદ હોવાથી (કથંચિત્) દ્રવ્ય તે ગુણપણે નથી.” આહા... હા! અતત્ભાવની
અપેક્ષાએ કથંચિત્ (કહ્યું.) પ્રદેશપણે તે એક છે. ગુણો અને આત્માના પ્રદેશો એક જ છે. પણ
‘કથંચિત્’ એટલે? ગુણ અને ગુણી વચ્ચે ‘ભાવ’ એક નથી. ઈ અપેક્ષાએ કથંચિત્ ગુણ તે દ્રવ્ય
નથી, દ્રવ્ય ગુણપણે નથી. “અને ગુણ તે દ્રવ્યપણે નથી.” આહા... હા! ઈ ૧૦૬ (ગાથા) થઈ.
વિશેષ કહેશે...
ૐ