મિથ્યાદ્રષ્ટિ (થયા હતા) તે જુદા પડયા. અને પછી સ્થાનકવાસી મૂર્તિને ઉથાપીને મિથ્યાદ્રષ્ટિ થઈને
જુદા પડયા છે. આ દિગંબર ધર્મ છે એ નવો નથી. અનાદિનો છે. સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે. એણે
એવું લખ્યું છે કે નગ્નપણું કુુંદકુંદાચાર્યે સ્થાપ્યું છે. જૂઠી વાત છે. અનાદિ મુનિ અપરિગ્રહી હોય છે.
વરુંનો ટુકડો પણ મુનિને હોતો નથી. અને વસ્ત્રનો ટુકડો રાખીને મુનિપણું માને, મનાવે (અનુમોદન
કરે) એ નિગોદમાં જશે. અહા... હા! હા! વાત તો એવી છે ભગવાન! ‘અષ્ટપાહુડ’ માં એક
‘સૂત્રપાહુડ’ છે. તેમાં કહ્યું છે કેઃ એક પણ વસ્ત્રનો ટુકડો રાખીને મુનિ છે, સાધુ છે - મુનિ (પણું)
મનાવે છે નિગોદમાં જશે! તો એ (નાહટા) કહે છે કે કુંદકુંદાચાર્યે આગ્રહથી સ્થાપન કર્યું છે. કારણ કે
(‘સૂત્રપાહુડ’) માં પાઠ છે ને...! કે વસ્ત્રસહિત તીર્થંકર હો તો પણ મુનિપણું હોતું નથી. એવો પાઠ
છે ‘અષ્ટપાહુડ’ માં તીર્થંકર છે પણ વસ્ત્રસહિત છે તો મુનિપણું હોતું નથી. અંતરમાં આનંદનો નાથ
જાગી સ્વસંવેદન વિશેષ થયું ત્યારે વસ્ત્ર છુટી જાય છે! વસ્ત્ર રહે છે ને મુનિપણું હોય છે ત્રણ કાળમાં
નહીં, આહા... હા! ઝીણી વાત છે ભાઈ!
પ્રભુ! (ભાષાનું ભાવભાસન કઠણ છે જરી.)
વર્તમાનમાં તો બહુ ગરબડ ચાલી છે. આ વ્રત કરો ને. તપ કરો ને.... ઉપવાસ કરો ને.... ગજરથ
કાઢો ને.. . અરે! એ તો જડની પર્યાય છે. એ પર્યાય તો સમાનજાતીય પરમાણુઓથી ઉત્પન્ન થાય છે,
તારાથી નહીં, હા! તારામાં તો માત્ર (તે પ્રત્યેનો) રાગ થાય છે. એ રાગ તારા દ્રવ્ય - ગુણથી
(ઉત્પન્ન થયો છે. રથ કાઢવાનાં ને વગેરેથી કંઈ રાગ ઉત્પન્ન થયો છે એમ નથી. ભગવાનના દર્શન
કરવાથી જે અંદર (આત્મામાં) રાગ થયો તે ભગવાનના દર્શનથી નથી થયો. તેના (ભગવાનના)
દ્રવ્ય-પર્યાય ભિન્ન છે અને આના દ્રવ્ય-પર્યાય તેનાથી ભિન્ન છે. રાગ તો તેનાથી થયો નથી પણ રાગ
તો પોતાના દ્રવ્ય-ગુણના આશ્રયથી પોતાથી પોતાનામાં ઉત્પન્ન થયો છે. ભગવાનને જોઈને (રાગ)
થયો છે એવું છે નહીં. અરે.. રે! આવી વાતું હવે! મારગ બાપા, પ્રભુનો! (અલૌકિક છે). તું પ્રભુ છે.
આહા! એ ગાયનમાં ન આવ્યું..! ‘પ્રભુ! મેરે તુમ સબ બાતે પૂરા. ‘પરકી આશ કહા કરે પ્રીતમ?
તુમ કહાઁ હો અધૂરા’. ‘તુમ કઇ બાતે અધૂરા’ - પ્રભુ! તું તો પૂર્ણાનંદ નાથ છોને અંદર! અરેરે...!
શું થાય ભાઈ! પછી (લોકો) કહે કે સોનગઢનું આમ (એકાંત) છે એમ નથી બાપુ! આ તો
ભગવાનની કહેલી વાત છે બાપુ! સોનગઢની આંહી વાત નથી! સમજાયું?
પ્રકાર આવ્યા. હવે ગુણની પર્યાયના બે પ્રકાર (કહે છે).